લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘરફોડ ચોરીઓના ગુનાના કામના આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આયવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

એમ.એસ.ભરાડા ઇન્ચા . પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ , વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા , પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે છોટાઉદેપુર જિલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ કરી ગુનામાં ધરપક થયેલ હોય અને પોતાની પ્રવૃતિ ચાલુ રાખી ઝઘડો તકરાર કરી જાહેર સુલેહશાંતિ ભંગ કરતા હોય અને સમાજમાં અશાંતિ ઉભી કરે અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ .આ કામના સામાવાળા સોયેબ ઇસ્માઇલ પોલો રહે.છોટાઉદેપુર ટાઉન સ્ટેશન વિસ્તાર ઝોઝ રોડ કૌશર મસ્જીદની બાજુમાં તા.જી.છોટાઉદેપુર નાની વિરૂદ્ધમાં ( ૧ ) છોટાઉદેપુર પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૧૦૫૮૦/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ મુજબ ( ૨ ) છોટાઉદેપુર પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૧૦૬૯૦/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબ ( ૩ ) છોટાઉદેપુર પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૧૦૮૬૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબ ( ૪ ) છોટાઉદેપુર પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૧૦૮૭૪/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબના ગુના નોંધાયેલ હતા જે સબંધે સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ છોટાઉદેપુર નાઓ દ્વારા સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા એચ.એચ.રાઉલજી ઇન્ચા . પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ દ્વારા સામાવાળાને આજરોજ પાસા હેઠળ અટકાયત કરી “ સુરત ” જેલ ખાતે મોકલી આપેલ છે . – પાસા હેઠળ અટક થયેલ સામાવાળો ઃ સોયેબ ઇસ્માઇલ પોલો રહે.છોટાઉદેપુર ટાઉન સ્ટેશન વિસ્તાર ઝોઝ રોડ કૌશર મસ્જીદની બાજુમાં તા .જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here