લોકલ ક્રાઇમ બાન્ચ, છોટાઉદેપુર દ્વારા કવાંટ પો.સ્ટે. વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડી કુલ કિ.રૂ.૧,૪૫,૯૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લો નાઓએ સમગ્ર જીલ્લામાં જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ જુગાર બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા × અધિકારીઓ તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ….. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ એ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓની સુચના આધારે આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર > એલ.સી.બી છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ કવાંટ પો.સ્ટે. * વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે જામલી ગામની સીમમાં બચુભાઇ સેંગલાભાઇ રાઠવા નાઓના ખેતરની બાજુમાં આવેલ કોતરમાં પત્તા-પાના વડે પૈસાની હારજીત નો જુગાર રમતા હોય જે બાતમી આ આધારે જુગારની પ્રવૃતિ ચાલતી હતી ત્યાં રેઇડ કરતા કુલ – ૦૩ ઇસમોને પત્તા-પાના તથા રોકડા રૂપિયા × ૧૮,૭૦૦/- સાથે સ્થળ ઉપર જ પકડી પાડી કવાંટ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા-૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરવામાં આવેલ રોકડા રૂપિયા તથા અન્ય મુદ્દામાલ
(૧) દાવ ઉપરના રોકડા રૂપિયા
(૨) અંગ ઝડતીના રોકડા
કિ.રૂ.૧૮,૭૦૦/-
કિ.રૂ.૭૨૦૦/-
કિ.રૂ.૧૫,૦૦૦/-
(3) મોબાઇલ ફોન કુલ નંગ-૩
(૪) મોટરસાયકલ નંગ-૪
કિ.રૂ.૧,૦૫,૦૦૦/-
(૫) પાથરણાની
કિ.રૂ.૦૦/-
કિ.રૂ.૦૦/-
(૬) પત્તા પાના કુલ નંગ-પર
કુલ કિ.રૂ.૧,૪૫,૯૫૦/-
(૧) વિનોદભાઇ સુનજીભાઇ રાઠવા રહે. જામલી સરપંચ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર,
પકડાયેલ આરોપીઓ
(૨) ટીકલાભાઇ નટુભાઇ રાઠવા રહે. જામલી ઉપલા ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર. (૩) અનિલભાઇ સોમાભાઇ ભોઇ રહે. કાંટ સોસાયટી ફળીયું તા.કવાંટ જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here