છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વિરામ લેતા પૂરજોશમાં ડાંગર ની રોપણીમાં ખેડૂતો જોતરાયા

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા છોટાઉદેપુર, નસવાડી,બોડેલી,સંખેડા,પાવીજેતપુર અને કવાંટ માં ચાલુ સીઝનમાં ભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે હાલમાં મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે ખેતરોમાં પૂરજોશમાં ડાંગર ની રોપણીમાં ખેડૂતો જોતરાઇ ગયા છે. ઘર પરિવારો ડાંગરની રોપણી કરતા ચારેય તરફ જોવા મળે છે. અને મેઘરાજાની સવારી ફરી આવે એ પહેલાં કામગીરી પુરી થઈ જાય તે અર્થે ઝડપથી ડાંગર રોપવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે થોડોક વિરામ લેતાં જ ઠેર ઠેર ડાંગર ની રોપણી થઇ રહી છે, ડાંગર જે વિસ્તારમાં પિયત ની સુવિધા ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં વધુ ઉત્પાદન આપતી અને મોડી પાકતી જાતો પસંદ કરાતી હોય છે, ડાંગર નો પાક ખાસ કરીને ૧૨૧ થી ૧૩૫ દિવસ સુધી માં ઉતારો આપી દેતી જાત અને બીજી મોડો ઉતારો આપતી એટલે કે ૧૩૬ થી ૧૫૦ દિવસ જેટલા સમયે ઉતારો આપતી જાતો જોવા મળે છે.
અહિં છોટાઉદેપુર જિલ્લા ના ડુંગરાળ વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને ડાંગર ની સીધી રીતે વાવણી કરી દેવાતી હોય છે અને વહેલી તકે ઉતારો આપી દેતી અને ઓછા પાણીએ પાકતી ડાંગર ની જાતો ની પસંદગી કરવામાં આવતી હોય છે પરંતુ હવે કેટલાક વિસ્તારોમાં પાણી ની વ્યવસ્થા હોય તેવા મેદાની વિસ્તારો માં વધુ ઉત્પાદન આપતી અને મોડી પાકતી જાતોની પણ રોપણી કરવામાં આવે છે.
જમવા માં કોઈ પણ પ્રકારની વાનગીઓ હોય પરંતુ છેલ્લા ડાંગર નો ભાત અવશ્ય ખાવાનું પસંદ કરાતું હોય છે પરંતુ તેણે રોપણી કરતી વખતે પાણી ભરેલા ક્યારા માં માટીને ફેરવવા તથા પાણી ભરેલા ક્યારા માં ડાંગર રોપણી કરવી તે કમર નાં સાંધા ભાંગી જાય તેવી અઘરું કામ હોય છે.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here