રાજ્ય સરકારે નર્મદા જીલ્લાના ડેડીયાપાડા સરકારી દવાખાનામાં 4 ક્લાસ વન તબીબોની નિમણૂક કરી

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

સાંસદ મનસુખ વસાવા ની મુખ્યમંત્રી સહિત આરોગ્ય મંત્રીને કરેલ ઉગ્ર રજૂઆતના પગલે રાજ્ય સરકાર સક્રિય બની

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા ના આદીવાસી દર્દીઓ ને હવે સારવાર અર્થે રાજપીપળા ખાતે દોડવું નહીં પડે

નર્મદા અને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવ અને આખી બોલી વાણીના લીધે ખૂબ જ પ્રસિદ્ધ છે, તેઓ નર્મદા જીલ્લા સહિત ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આદિવાસી સમાજ સહિત અન્ય લોકોને સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમ જ છેવાળાના માનવી સુધી વિકાસ પહોંચે એ માટે હંમેશા તત્પર રહેતા હોય છે, પછી ભલેને અધિકારીઓને આડે હાથ કેમ ના લેવા હોય કે સરકારમાં ઉગ્ર રજૂઆત કરવી હોય, સાંસદ મનસુખ વસાવા હર હંમેશ લોકોના હિત ને પ્રાધાન્ય આપતા હોય છે. સરકાર અને અધિકારીઓનો પણ ધ્યાન દોરી સમસ્યાઓનો નિરાકરણ લાવતા હોય છે. બે દિવસ અગાઉ જ રાજપીપલા ના સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કોઠારી સાથે તેઓનો ગજગ્રાહ થયો હતો, એ પ્રસંગે તેઓએ મીડિયાસાથે ની વાતચીત માં ડેડીયાપાડા ના દવાખાનામાં તબીબોની અછત હોવાનો જણાવતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ત્વરિત તેની નોંધ લઇ ને ડેડીયાપાડા ખાતે તબીબોની નિમણૂક કરી હોવાનું જાણવા મળ્યું છે.

આદિવાસી વિસ્તારમાં આરોગ્ય લક્ષી સુવિધાઓ વધારવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલ એક્સપિરેશનલ ડિસ્ટ્રિક્ટ એવા નર્મદા જિલ્લામાં આધુનિક સગવડો ધરાવતા દવાખાનાઓ ખોલવામાં આવી રહ્યા છે, કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી ઇમારતો સંપૂર્ણપણે તૈયાર હોય છે પરંતુ આ દવાખાનાઓમાં અપૂરતા સ્ટાફ, તબીબો અને આધુનિક ટેકનોલોજી ધરાવતા આરોગ્ય લક્ષી સાધનોના અભાવથી દર્દીઓને વારંવાર તકલીફો ભોગવવી પડતી હોય છે, અને ગરીબ અને લાચાર આદિવાસી સહિત અન્ય વર્ગના લોકોને સારવાર અર્થે વડોદરા કે સુરત તરફ પ્રયાણ કરવું પડતું હોય છે, ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે મહિનાઓ પહેલા સરકારી દવાખાનાની ઇમારત તો બની પરંતુ ત્યાં ક્લાસ વન તબીબો નો અભાવ હોય સાંસદ મનસુખ વસાવા એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત આરોગ્ય મંત્રીઋષિકેશ પટેલ ને આ વિસ્તારમાં તબીબો ની નિમણૂક કરવામાં આવે ની રજૂઆત કરતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ડેડીયાપાડા ખાતે ના સરકારી દવાખાનામાં ક્લાસ વન કક્ષાના ચાર તબીબોની નિમણૂક ના આદેશો જારી કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જિલ્લાના આદિવાસી બહુમતી ધરાવતા ડેડીયાપાડા વિસ્તારના દવાખાનામાં ચાર ક્લાસ વન તબીબો ની નિયુક્તિ કરાતા હવે એ વિસ્તારના આદિવાસીઓને ડેડીયાપાડા ખાતે જ સારવાર મળી રહેશે અને વડોદરા અને સુરત સુધી તેમજ રાજપીપળા સુધી લાંબા નહીં થવું પડે આમ સાંસદની રજૂઆત રંગ લાવી હતી અને સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા તબીબોને નિયુક્તિના આદેશો જારી કરતા નર્મદા જિલ્લાના અંતરીયાલ વિસ્તારના લોકો આ મામલે હવે રાહતનો દમ ભરસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here