છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના એક ગામમાં આધેડ કાકાએ ૧૧ વર્ષીય ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજાર્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પાવીજેતપુર તાલુકાના એક ગામમાં ૫૦ વર્ષીય આધેડ કાકાએ ૧૧ વર્ષીય ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. જેની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાળકી વડોદરા ખાતે અભ્યાસ કરે છે પરંતુ રક્ષા બંધનના તહેવારને લઇને માતાપિતા ઘરે લાવ્યા હતા. માસૂમ બાળકીના પિતા બાળકીને લઇને દૂધ ભરવા ગયા હતા. ત્યારે બાળકીને પોતાના કૌટુંબિક ભાઈની દુકાને મૂકીને દૂધ ભરવા ગયા ત્યારે એકલતાનો લાભ લઈ બાળકીના ૫૦ વર્ષીય આધેડ કૌટુંબિક કાકા નટુભાઈ મેલાભાઈ રાઠવાએ બાળકીને દુકાનમાં અંદર લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું.
પિતા આવી જતા બાળકી ને ઘરે લઈ ગયા હતાં ત્યાર બાદ મોબાઈલથી પોલીસને ફોન કરીને જાણ કરી આજરોજ પાવીજેતપુરના પોલીસ મથકે જઈને સમગ્ર હકીકત જણાવતા પોલીસે આરોપી કાકા વિરૂદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપી નટુભાઈ મેલાભાઈ રાઠવા વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. તેમજ બાળકીના મેડિકલ ટેસ્ટ કરાવવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાવીજેતપુરના અંતરિયાળ વિસ્તારમાં કૌટુંબિક કાકાએ જ પોતાના ભાઈની માસૂમ બાળકી ઉપર નજર બગાડી દુષ્કર્મ ગુજારતા આરોપી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here