મોરાડુંગરીના બિસ્માર માગૅ પર કાચા પુરાણના કારણે એક મોટર સાયકલ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખાંટીયાવાટ ચલામલીને જોડતો મોરાડુંગરી ગામ પાસેનો મુખ્ય રસ્તો ગત ચોમાસામાં વરસેલા ભારે વરસાદના કારણે પૂર આવેલ જેમાં ધોવાણ થયેલ હતું.આ મુખ્ય રસ્તાને કામચલાઉ શરુ કરવા પુરાણ કરવામાં આવેલ છે.આ રસ્તાનું પુરાણ કાચું હોવાથી આ વર્ષે વરસેલા વરસાદથી આજુબાજુની સાઈડો ધોવાતાં રસ્તો સાંકડો થવા પામતા અનેક રાહદારીઓ,વાહનચાલકો બાજુમાં આવેલ સાઈડોમાંથી નીચે ખાબકવાના બનાવોમાં પણ વધારો થવા પામ્યો છે.ખાંટીયાવાટથી ચલામલી રોડ પરથી ગતરોજ એક મોટરસાઇકલ ચાલક મોરાડુંગરી ગામ પાસે ધોવાઈ ગયેલ રસ્તાના પુરાણ પરથી પસાર થતી વેળાએ સાઇડોના પુરાણ પરથી પસાર થતા નીચે ખાબક્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે બોડેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.રાહદારીઓ, વાહન ચાલકોની માંગ ઉઠી છે કે માર્ગ,મકાન વિભાગના સત્તાધીશો મોરાડુંગરી ગામ પાસે પુરાણ કરવામાં આવેલ રસ્તો પહોળો કરે.જેથી અકસ્માતોને ટાળી શકાય….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here