રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાના નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના આરોપ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આરોપો સીધા જ નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સામે હોય નર્મદા અને ભરૂચ જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો

આદિવાસીઓને ફાળવવાના શહેરોમાં ગેરરીતિઓ આચારવામાં આવી હોવાનો ગંભીર આરોપ

રાજકીય પક્ષો દેશમાં 2024 ની લોકસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓમાં લાગ્યા છે, ત્યારે ગુજરાત સરકારના પૂર્વ સંસદીય સચિવ અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગના પૂર્વ ડિરેક્ટર હર્ષદ વસાવા એ પોતાની મ્યાન માંથી તલવાર કાઢી નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન અને ભરૂચ દૂધધારા ડેરીના પણ ચેરમેન તરીકે કાર્યરત છે એવા સહકારી ક્ષેત્રના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ના વહીવટ ઉપર ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાડી આજ રોજ નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપતા ભ્રષ્ટાચારની અને ગેરરીતિઓ ની તપાસ કરવાની માંગણી કરતા નર્મદા અને ભરૂચ જિલ્લાના રાજકીય વાતાવરણમાં ચોમાસાની સિઝનમાં પણ ભારે ગરમાટો આવી ગયો છે.

આજરોજ નર્મદા કલેકટરાલય માં રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, કોંગ્રેસ ગ્રાણી બળવંતસિંહ, ગોહિલ, ગુજકોમા સોલ ના ડિરેક્ટર સુનિલ પટેલ સહિતના આગેવાનોએ નર્મદા કલેકટર ને આવેદનપત્ર આપી નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના સંચાલક મંડળના વહીવટ ઉપર ગંભીર આરોપો મુકી ભ્રષ્ટાચાર ના આરોપોની તપાસ કરવાની માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નર્મદા સુગર ફેક્ટરી ધારીખેડા ના પ્રવર્તમાન અને પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને તેમના બળદિયાઓએ નર્મદા સુગર ફેક્ટરીને પોતાના વહીવટ દરમિયાન નાણા થી ભરતભાઈ ન થઈ શકે તેવું ગંભીર પ્રકારનું નુકસાન પહોંચાડી ગંભીર પ્રકારનું ઘેર વહીવટ કરે ભ્રષ્ટાચાર આચાર્ય હોવાનો આરોપ લગાવ્યો છે એક તરફ વડાપ્રધાન મોદી લાલ કિલ્લા ઉપરથી દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો આવન આપી રહ્યા છે ત્યારે નર્મદા સુગર ફેક્ટરી ના અને ભરૂચ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અધિકારીઓની સાતગાળ સાથે ભ્રષ્ટાચાર આચરી રહયા છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન એ આદિવાસીઓના જીવનધોરણને ઊંચું લાવવા 1000 ની કિંમત નો શેર આદિવાસીઓને એક શેર ખરીદવા માટે અને તેઓને સભાસદ બને એ માટે તેમજ ઝડપથી સહકારી ખાંડ મંડળી કાર્યરત થાય એ હેતુથી 2040 જેટલા ખેડૂતોને શેર દીઠ રૂ. 750 ની લોન ધિરાણ આપવામાં આવેલ છે , છતાં આદિવાસીઓને શેર મળ્યા નથી !!!! જે આદિવાસીઓ મરી ગયેલા છે તેમના વારસદારોને પણ શેર અપાયા નથી !!!! જેની તપાસ કરવાની આવેદનપત્રમાં માંગણી કરાઈ છે.

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના શેર ભંડોળ કરતા વધારે શેર બહાર પડાયાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે, સુગર ફેક્ટરીના ચેરમેને પોતાના મળતીયાઓને ધિરાણ કર્યું હોવાનુ તેમજ જરૂરિયાતમંદ ખેડૂતો ને ધિરાણ ન મળતા ખેડૂતોની કફોડી હાલત થયાનો તેમજ કાર્યક્ષેત્ર બહારની શેરડી નર્મદા સુગર ફેક્ટરીમાં લાવી તેનું પીરાણ કરાયું જે શેરડી વણ નોંધાયા ની નોંધણીની હોય અને પોતાના મળતિયા ના નામે સંસ્થાના કાર્યક્ષેત્રમાં બતાવી પીલાણ કરવામાં આવ્યા નો પણ ગંભીર આરોપ આવેદનપત્રમાં લગાવવામાં આવ્યો છે.

આમ નર્મદા જીલ્લા માં માજી સંસદિય સચિવ હર્ષદ વસાવા એ નર્મદા અને ભરૂચ જીલ્લા ના સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ સામે ગંભીર આરોપો લગાવતા હવે જોવુ રહ્યુ કે આ આરોપો ની તપાસ હાથ ધરવામાં આવે છે કે પછી સબ સલામત બતાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here