નર્મદા જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનાથી પુરવઠાનો જથ્થો નહિ મળે..??

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નાંદોદ ફેર પ્રાઇસ શોપ એસોસિયેશન સહિત જિલ્લાનાં દરેક તાલુકા કક્ષાએ મામલતદાર ને પડતર માંગણીઓ મુદ્દે આવેદન અપાયું

ગોડાઉન માથી અનાજ નો જથ્થો નહીં ભરવાની ચિમકી

નર્મદા જિલ્લામાં ફેર પ્રાઇશ શોપ એસોસિયેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તેમની પડતર માંગણીઓ નહિ સ્વીકારાઈ તો આગમી સપ્ટેમ્બર મહિનામાં પુરવઠો નહિ લેવા રજૂઆત કરાઈ છે.

આવેદનપત્ર માં જણાવ્યા મુજબ ગુજરાતમાં રેશન ડીલરો ના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય ના બંને એસોસિએશન ઘણા લાંબા સમયથી લેખિત અને મૌખિક રજૂઆતો સરકાર સાથે અને સરકારના અધિકારીઓ સાથે અનેક બેઠકો થઈ ચૂકી છે.તેમાં સરકારે પડતર પ્રશ્નો અંગે ચોક્કસ નીતિ વિષયક સર્વ સંમતિ સંધાઈ ગયા બાદ પુરવઠા વિભાગ પાસે થી દરખાસ્ત કરવાનું કમીટમેન્ટ કરવામાં આવેલું. તેમ છતાં લાંબા સમયથી પડતર માંગણીઓની સતત ઉપેક્ષા થઈ રહી હોઈ અને યોગ્ય હકારાત્મકતા પણ નહીં મળતા ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર ને ગુજરાત રાજ્ય એસોસિએશન દ્વારા તારીખ 4/8/2023 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી કેબિનેટ ને પત્ર દ્વારા જણાવેલ કે અમારા રેશન ડીલર એસોસિયેશન ને કમીટમેન્ટ મળેલ પડતર માંગણીઓ લાંબા સમયથી વણ ઉકેલાયેલી રહી હોવાથી ન છૂટકે મજબૂરી થી આવી કારમી મોંઘવારી માં રાજ્ય લેવલના બંને એસોસિએશન નાં સંયુક્ત ઉપક્રમે તા.01/08/2023 ના રોજ મળેલ સાધારણ સભામાં સર્વાંનુમતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાત ના કોઈપણ રેશન ડીલર દુકાને કાર્ડ ગ્રાહકો ને વિતરણ માટે જથ્થો ઉપાડશે/ઉતારશે નહીં.
આ ઠરાવ ને અમારો તાલુકો જીલ્લો સંપૂર્ણપણે સમર્થન/ટેકો જાહેર કરે છે અને તે મુજબ અમો રેશન ડીલરો સપ્ટેમ્બર-2023 નો જથ્થો ઉપાડ કે દુકાને ઉતારીશું નહીં. તેની આ આવેદન પત્ર થી જાણ કરીએ છીએ.

નવી ડી.એસ.ડી.કોન્ટ્રાક્ટ ની કામગીરી પૂર્ણ થઇ ન હોય અને જૂના કોન્ટ્રાકટર કામગીરી કરવા સંમત ન હોય તેવું અમારી જાણ માં આવેલ છે .તો અમો રેશન ડીલરો પણ ગોડાઉન ઉપર થી પોતાના વાહન લઇને જથ્થો ઉપાડવાની કામગીરી કરવાના નથી તે પણ સ્પષ્ટ વાત છે નુ આવેદન પત્ર માં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here