રાજુલાના યુવા નેતા અજય શિયાળની અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ ઉપ પ્રમુખ તરીકે વરણી

રાજુલા, હિરેન ચૌહાણ , અજય વાઘેલા :-

આગામી વિધાનસભાન ની ચુંટણી ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન ને મજબુત ને બનાવવા માટે સક્રિય કાર્યકરો અને નેતાઓ ને જવાબદારી સોંપવામાં આવી રહી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને યુવક કોંગ્રેસ નાં પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ વાધેલાજી ની સુચના થી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ નાં પ્રમુખ દેવરાજ બાબરીયા દ્વારા રાજુલા નાં યુવા ધારાશાસ્ત્રી, યુવા કોળી સમાજ ગુજરાત નાં પ્રદેશ મહામંત્રી અને લડાયક યુવા નેતા અજય શિયાળ ને અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ નાં ઉપપ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી છે. તેમણી નિમણૂંક ને ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તથા પ્રદેશ કોંગ્રેસ નાં આગેવાનો ,જિલ્લા નાં કોંગ્રેસ અગ્રણીઓએ વધાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here