રાજય સરકાર અને નર્મદા જીલ્લા વહીવટી તંત્રના કોરોના પોઝિટિવ દર્દીઓના આંકમા 89 નો તફાવત કેમ ???

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ ;-

સરકારે 143 પોઝિટિવ કેસો નોધાયાનુ જાહેર કર્યુ તો જીલ્લા વહીવટી તંત્રે માત્ર 54 !!!!

કોરોના પોઝિટિવ દર્દી ઓ ના આંકડા છુપાવવા ના નર્મદા જીલ્લા ના વહીવટી તંત્ર ઉપર આરોપ લાગી રહયા છે તયારે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલ પોઝિટિવ દર્દી ઓ ના આંકડા પણ શંકા ઉપજાવી રહ્યા છે, રાજ્ય સરકાર જો સત્તાવાર રીતે પોતાની યાદી મા નર્મદા જીલ્લા ના 143 પોઝિટિવ કેસો આજની તારીખે બતાવતું હોય તો નર્મદા જીલ્લા વહીવટી તંત્ર શા માટે માત્ર 54 પોઝિટિવ કેસ બતાવી રહયું છે ??

પોઝિટિવ દર્દી નો આંક સાચો આંકડો બતાવવામાં નથી આવતો ના આરોપ લાગી રહયા છે તયારે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાતા આંકડા અને રાજય સરકાર દ્વારા પણ સમગ્ર રાજ્ય ના કોરોના પોઝિટિવ દર્દી ઓ ના આંકડા જાહેર કરવામાં આવે છે , જેમા ખુબજ વિસંગતતા જોવા મળી રહી છે. નર્મદા જીલ્લા ના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાતા આંકડા અને રાજય સરકાર ના આજ નાજ આંકડા ઓ મા 89 નો ફેર કેમ ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here