રાજપીપળા પાસેના તરોપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પલ્સ પોલિયો કાર્યક્રમ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા પાસે આવેલ તરોપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજાયલા પોલિયો કાર્યક્રમ અંતર્ગત 0.5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. જે અંતર્ગત પ્રતાપપરા ગામે ગામના ઉપ સરપંચ રાકેશભાઈ વસાવા પણ આ અભિયાનમાં જોડાઈ બાળકોને પોલિયોની રસી પીવડાવી હતી.
અત્રે એ ઉલ્લેનીય છે કે આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ એ ચોમાસાની ઋતુમાં રસ્તાઓની અગવડતા વચ્ચે પણ ઊંડાણના ગામોમાં જઈ નિષ્ઠા અને જવાબદારી પૂર્વક પોતાની ફરજો અદા કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ડૉ. ઝીલ પટેલ, ડૉ.વિજયા વસાવા, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી વર્કર અને આશા બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here