ગોધરા વાવડી બુઝર્ગ ગણેશ મંદીર ખાતે ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલતી પંચમહાલ જીલ્લા એલ.સી.બી.

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ચોરીમા ગયેલ પિત્તળનો ઘંટ નંગ -૧ કી.રૂ .૧,૬૦૦ / તથા તાંબાલોટા નંગ -૨ કી.રૂ .૩૦૦ / – તથા સ્ટીલની ડોલ નંગ -૧ કી.રૂ .૨૫૦ / – તથા રોકડા રૂ .૧,૧૭૦ / – મળી કુલ કી.રૂ .૩.૩૨૦ / -ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચનાના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને બાતમીદારથી માહીતી મળેલ કે આજરોજ સવારના ગોધરા વાવડી બુઝર્ગ ગામે આવેલ ગણેશ મંદીરમા ચોરી થયેલ જે ચોરી દિલીપભાઇ નારસીંગભાઇ પટેલ રહે . ગુણા સાલીયા પટેલ ફળીયુ તા.દેવગઢબારીયા જી દાહોદ નાઓ સંડોવાયેલ છે અને તે ચોરીનો સર સામાન લઈને ગોધરા બસ સ્ટેન્ડ તરફ આવવા નિકળેલ છે અને તેણે શરીરે કાળા કલરનુ આખી બાયનુ સર્ટ તથા કમરે વાદળી કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે તેવી મળેલ બાતમી આધારે ગોધરા એલ.સી. બી . સ્ટાફના માણસોએ ગોધરા પ્રભાપુલ પાસે જઈ ખાનગી વોચ રાખી તપાસ કરતા બાતમી મુજબના દિલીપભાઇ નારસીંગભાઇ પટેલ નાઓને પકડી પાડેલ છે . કબજે કરેલ મુદ્દામાલઃ ( ૧ ) પિત્તળનો ઘંટ નંગ -૧ કી.રૂ .૧,૬૦૦ / – ( ૨ ) તાંબાલોટા નંગ -૨ કી.રૂ .૩૦૦ / ( ૩ ) સ્ટીલની ડોલ નંગ -૧ કી.રૂ .૨૫૦ / ( ૪ ) રોકડા રૂપિયા ૧,૧૭૦ / આરોપીઓ કરેલ કબુલાતઃ આ કામે પકડાયેલ આરોપીએ આજરોજ સવારના વાવડી બુઝર્ગ ગામમા આવેલ ગણેશ મંદીરમાં લટકાવેલ પિત્તળનો ઘંટ તથા તાંબાના બે લોટા તથા સ્ટીલની એક ડોલ તથા દાનપેટીઓ માંથી રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબુલાત કરેલ છે . જે સંબધે તપાસ કરતા નીચે મુજબનો અનીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે . ડીટેકટ થયેલ ગુન્હો : ( ૧ ) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૨૦૭૦૨૫૨૨૦૩૭૦ / ૨૦૨૨ ઇ.પી.કો. ૩૭૯ મુજબ પકડાયેલ આરોપી : દિલીપભાઇ નારસીંગભાઇ પટેલ રહે . ગુણા સાલીયા પટેલ ફળીયુ તા.દેવગઢબારીયા જી દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here