ડભોઇ : વન વિભાગની ટીમ દ્વારા ૮ થી ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર રેસ્ક્યુ કરાયો…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાના છત્રાલ ગામે અજબસિંહ પઢિયાર ના ખેતરમાંથી 8 થી 10 ફૂટ લાંબો અને મહાકાય અજગર ને વન વિભાગની ટીમ દ્વારા પકડી પડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.
પ્રાત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલ છત્રાલ ગામે અજબ સિંહ પઢિયારના ખેતરમાં એક મહાકાય અજગર દેખાતા ખેતી કામ માટે જતા ખેડૂતો મજૂરો જાનવરોને ચરાવવા જતા ગોવાળિયા અને અવરજવર કરતા ગ્રામજનોમાં મહાકાય અજગરને લઈ ભય નો માહોલ સર્જાયો હતો ગામડા વિસ્તારમાં જલવલ્લે જોવા મળતો આવા મહાકાય અજગરને જોઈ વાત વાયુવેગે ગામ માંપ્રસરતા લોકોમાં દહેસત નો માહોલ વર્તાયો હતો પરંતુ ગામના સ્થાનિક દ્વારા વન વિભાગને તાત્કાલિક મહાકાય અજગર વિશે જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ યુદ્ધના ધોરણે છત્રાલ ગામે આવી પહોંચ્યા હતા. ઉલ્લેખની છે કે આવા મહાકાય અજગર ખાસ કરીને જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે પરંતુ વાતાવરણમાં પલટાવો આવતા આવા ભયંકર જાનવરો ખોરાકની શોધમાં ગ્રામીણ વિસ્તારમાં ચાલી આવતા હોય જોકે આ મહાકાય અજગર ને વન વિભાગના કર્મચારીઓ દ્વારા ભારી જેહમત અને. મહેનતે રેસ્ક્યુ કરતા ખેડૂતો ગોવાળિયાઓ અને ગ્રામજનોએ રાહતનો દમ ભર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here