રાજપીપળા નગરપાલિકા દ્વારા પીવાનું પાણી સપ્લાય કરતી ટાંકીમા મૃત કબુતરો સહિત હગારના ઢગ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

વોર્ડ નંબર 5 મા પીવાના પાણીમા મૃત કબુતરોના પીછાં સહિત હગાર નીકળતા લોકો ના સ્વાસ્થય સાથે થતાં ચેડા

દુરગંધ મારતું પાણી સપ્લાય કરાતાં લોકો મા રોગચાળો ફાટી નીકળવાની દહેશત થી ભારે ફફડાટ

રાજપીપળા નગર ના સીંધીવાડ , લાલટાવર , નવાપરા , દરબાર રોડ સહિત ના વિસ્તારો મા પીવાનુ પાણી સપ્લાય કરતી ટાંકી મા કબુતરો એ અડ્ડો જણાવતા ટાંકી ના પાણી માજ મૃત કબુતરો ના હાડપીંજર સહિત પીંછા તેમજ કબુતરો નુ હગાર પડતા લોકો ના સ્વાસ્થય સામે પશ્રો ઉભા થતાં નગરજનો મા ભારે ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર રાજપીપળા નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત કચેરી ની સામે પાણીની ટાંકી બનાવવા મા આવેલ છે , આ ટાંકી માથી સીંધીવાડ સહિત નવાપરા , લાલટાવર , દરબાર રોડ સહિત ના વિસ્તારો મા પીવાનુ પાણી સપ્લાય કરવામાં આવે છે ત્યારે લોકો મા દુરગંધ મારતું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી , આ મામલે નગરપાલિકાના સતતાધિશો ને પણ રજુઆત કરવામાં આવી હતી પરંતુ સમસ્યા ઓ નો હલ થવાને બદલે જસની તસજ પરિસ્થિતિ જોવા મળી રહી છે, હાલ પીવાના પાણી સપ્લાય કરતી ટાંકી મા મૃત કબુતરો ના પીછાં, હાડપીંજર સહિત કબુતરો નો હગાર પડેલા જોવા મળ્યા હતા જે ખુબજ ગંભીર બાબત છે .

ટાંકીમાં કબુતરો એ રીતસરના પોતાના ધરજ બનાવેલ છે , ઇંડા મુકયા છે તેમજ ઇંડાં ફોડી પોતાના નાના બાળકો ને જનમ પણ આપેલ છે , કબુતરો ના પીછાં તેમજ તેમના હગાર ટાંકી ના પાણી મા પડેલા જોવા મળી રહયા છે.ખુબજ ગંભીર બાબત છે લોકો મા આ બાબતે ભારે ફફડાટ ફેલાયો છે , લાંબા સમયથી આ ટાંકી મા થી સપ્લાય થતા પાણી વાસ મારતુ લોકો પી રહયા છે ન કરે નારાયણ ને કોઈ મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે. આ અગાઉ પણ સીંધીવાડ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈન માથી મૃત કબુતરો ના પીછાં. સહિત હાડપિંજરો નીકળી ચુક્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે પીવાના પાણીની પાઈપ લાઈનો ની ચકાસણી થાય એ જરુરી બન્યુ છે. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પ્રમુખ ને પણ જાગૃત નાગરિકો એ રજુઆત કરી છે હવે જોવાનુ રહયું કે પાલિકા તંત્ર શુ કામગીરી હાથ ધરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here