સિદ્ધપુર તાલુકાના કારણ ગામમાં બનાસ અને અમૂલ ડેરીએ ભાડે રાખેલ ગોડાઉન માંથી શંકાસ્પદ દૂધના પાવડર મામલે પોલીસે તપાસ હાથ ધરતા અનેક તર્ક વિતર્કો

સિદ્ધપુર,(પંચમહાલ) આશિષ કુમાર પાધ્યા :-

પોલીસ અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં કોઇ શંકાસ્પદ બાબત મળી આવી નથી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે જાણવા જોગ નોંધી આગળની તપાસ હાથ ધરી

સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોટાપાયે ખાદ્યચીજો માં કેટલાક તત્વો દ્વારા ભેળ શેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે બુધવારના રોજ સિધ્ધપુર તાલુકાના કારણ ગામ નજીક એક ખાનગી ગોડાઉનમાં દુધના પાવડર ના જથ્થા માં પેકેજીંગમાં ડેટ બદલીને આ જથ્થો. વિદેશ મોકલવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસે ગોડાઉનમાં રેડ કરી તપાસ હાથ ધરતા કોઇ શંકાસ્પદ બાબત મળી આવી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. .
આ બાબતે મળતી હકીકત મુજબ બુધવારના રોજ પાટણ જિલ્લા ના પોલીસ અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કારણ ગામ નજીક હાઈવે માર્ગ પર આવેલ એક ખાનગી ગોડાઉનમાં મોટાપાયે એક્સપાયર ડેટ થયેલ અમુલ પાવડર નો કરોડો રૂપિયા નો જથ્થો તારીખ બદલીને બાંગ્લાદેશમાં મોકલવાનો હોવાની હકીકતના આધારે પાટણ જિલ્લા ની પોલીસ , ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સહિતની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન બનાવતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. તો બનાવના પગલે કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે જિલ્લા પોલીસવડાને જાણ કરાતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના સ્ટાફે પણ ઘટના સ્થળે દોડી જઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પાસે તપાસ શરૂ કરાવી હતી . તેમજ ફેક્ટરી માંથી પાવડર ભરવાના કન્ટેનરો તેમજ ફરજ પરના કર્મીઓને નજર કેદ કરી આગળની કાર્યવાહી હાથ ધરતા અને આ બાબતની જાણ વાયુવેગે સમગ્ર જિલ્લામાં પ્રસરી જતા સનસનાટી મચી જવા પામી હતી. ત્યારે પાટણ સિધપુર હાઈવે માર્ગ પર આવેલા કારણ ગામ પાસેની ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાની કિંમતનો એક્સપાયરી ડેટ થયેલ અમુલ દૂધ નો પાવડર મામલે તપાસ ના અંતે આ જથ્થો અંગે કોઈ શંકાસ્પદ બાબત મળી આવી ન હતી જેથી પોલિસ તંત્ર એ પણ હાશકારો અનુભવ્યો હતો . પરંતુ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્વારા મોટા પાયે પોલીસનો જથ્થો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો.

એક્સપાયરી ડેટ વાળો જથ્થો હોય તેવું કોઈ સાબિત થયું નથી : અક્ષયરાજ મકવાણા

પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા કાયણ ગામ માં મળી આવેલ શંકાસ્પદ દુધના પાવડર ના જથ્થા અંગે જણાવ્યું હતું કે એક ખાનગી માહિતી મળતા સિધ્ધપુર પી આઈ દ્વારા કાયણ ગામ પાસે ના ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી . જેમાં અમુલ બ્રાન્ડ ના ડ્રાય મિલ્ક પાવડર માં કેટલાક ઇસમો દ્વારા તારીખ માં ફેરફાર કરી રહ્યા હોવાની માહિતીના આધારે પોલીસે ઘટના ની ગંભીરતાને જોઈને તાત્કાલીક ગોડાઉનમાં માલિકને સ્થળ ઉપર બોલાવ્યા હતા અને માલિકે જણાવ્યું હતું કે બનાસ અને અમૂલ ડેરી દ્વારા ગોડાઉન ભાડે રાખવામાં આવેલ છે તેમજ ગોડાઉનમાં મિલ્ક પાવડર ની તારીખ કેમ બદલી રહ્યા છે એવું પૂછવામાં આવતા આ માલ બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ બાબતે ડેરીના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ માલ બાંગ્લાદેશ મોકલવાનો છે જેથી તેનું પૅકેજિંગ બદલી રહ્યા છે અને તેનું ટેસ્ટિંગ કરી મેન્યુફેક્ચરિંગ ડેટ આપવામાં આવી રહી છે આ બાબતે વધુમાં જણાવ્યું કે પોલીસ દ્વારા આ મામલે જાણવાજોગ નોંધ કરવામાં આવી છે અને પ્રાથમિક તપાસમાં આ મામલે કોઈ કૌભાંડ છે એક્ટિવેટ વાળી વસ્તુ બજારમાં વેચવામાં આવતી હોવાનું સાબિત થયું નથી કે પોલીસને પણ આ બાબત ધ્યાને આવી નથી ફૂડ એન્ડ સેફટી ના અધિકારીઓ પણ આ બાબતે તપાસ કરાવી હતી તેમજ gcmmf ના અધિકારીઓ સાથે વાત કરી છે જેમાં કોઇ શંકાસ્પદ બાબત મળેલ નથી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here