અરવલ્લીના મોડાસામાં ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ચણીયા ચોળી, ઇમિટેશન જ્વેલરી , ઓક્સોડાઈઝ જ્વેલરી, હેન્ડમેડ જ્વેલરી, દાંડિયા, કુર્તી જેવી નવરાત્રી ને અનુરૂપ ચીજ – વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન

અરવલ્લીના મોડાસામાં ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન કરાયું,નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર દ્વારા મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.મેળામાં ખરીદી કરીને મહિલાઓનું પ્રોત્સાહન વધાર્યું.મોડાસામાં ટાઉન હોલ ખાતે સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું.ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.સ્વસહાય જૂથોની ઉત્પાદિત વિવિધ ચીજ – વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી પર્વને ધ્યાને રાખી તા.૨૧-૦૯-૨૦૨૨ થી તા.૨૭-૦૯-૨૦૨૨ દરમ્યાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળામાં નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર દ્વારા ખરીદી કરીને મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું.આ મેળામાં વધુ ને વધુ જનતા આવે અને લાભ લઇ સ્વસહાય જૂથોની મહિલાઓને પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here