રાજપીપળાથી દેડિયાપાડા તરફ જવાનો માર્ગ બિસ્માર… દોઢ દોઢ ફુટ ઉંડા ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

દેડિયાપાડાથી સાગબારાને જોડતો માર્ગ પણ વાહન ચાલકો માટે માથાનો દેખાવો 26 કિ.મી. ના અંતરને કાપતા લાગતા દોઢથી બે કલાક !!!

રસ્તા બનાવવાની કામગીરીમા ચાલતા ભ્રષ્ટાચારથી માર્ગોની ગુણવત્તા જ જળવાતી નથી

અધિકારીઓ રાજકીય આગેવાનો અને કોન્ટ્રાકટરોની મીલીભગતથી સરકારને પણ કરોડોનુ નુકશાન

નર્મદા જિલ્લામા રસ્તાઓ ખુબજ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકો પોતાના વાહન કઇ રીતે ચલાવવા એ માટેની દ્વિધામા મુકાયા છે. વિશ્વની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટી તરફ જવાના મુખ્ય માર્ગ હોય કે પછી નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારો જેવાં કે દેડિયાપાડા, સાગબારા તરફ જવાના માર્ગો તમામ માર્ગો બન્યાના ટુંક સમયમાં જ મસમોટા ખાડા પડતા ભ્રષ્ટાચારની ચાડી ખાઇ રહયા છે.

રાજપીપળાથી દેડિયાપાડા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર મસ મોટા ખાડા પડયા છે તેમાય મોવી ચોકડીથી દેડિયાપાડા તરફ જવાના માર્ગે ખુબજ ગંભીર હાલત જોવા મળી રહી છે, થોડાંક સમય પહેલા જ આ માર્ગે દુરસતી કરવામાં આવી હતી પરંતુ ભ્રષ્ટાચારની ગંગોત્રીમા બધાજ ન્હાઈ રહ્યા છે.

રાજકીય ઓથ વગર રસ્તાઓના કામકાજમા મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર કોન્ટ્રાકટરો અને અધિકારીઓ સાઠગાંઠ કરીને ચલાવી જ ન શકેની ચર્ચાઓ લોકોના મુખે ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

દેડિયાપાડા તરફથી સાગબારા તરફ જવાના મુખ્ય માર્ગ માત્ર 26 કિ.મી. નોજ છે પરંતુ ખાડા એટલા મોટા મોટા પડ્યા છે કે આ રસ્તો પસાર કરવામાં વાહન ચાલકોને દોઢ થી બે કલાકનો સમય લાગતો હોય છે. વાહનોને પંક્ચર પડે છે, મશીનરી ખોટકાય છે આ સમસ્યા વર્ષોથી જસની તસજ જોવા મળી રહી છે. કોઇ જાતનો કાયમી ઉકેલ જ નથી !! ખુબજ આશ્ચર્યની વાત છે. દલા તરવાડીની વાડીની જેમ નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં અંધેર વહીવટ જીવંત આંખે દેખાઈ આવે છે.

સરકારની કરોડોની ગ્રાન્ટોનો સદઉપયોગ થાયની સાંસદ મનસુખ વસાવાની ટકોરનો અમલ થસે ખરો ??

રાજપીપળા કલેકટરાલય ખાતે ગતરોજ જ નર્મદા-ભરુચ જીલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાની અધયક્ષ તામા મળેલ બેઠકમા રાજપીપળા નગરપાલિકાનો મુદદો છંછેડી સાંસદે સરકારી ગ્રાન્ટોના નાણાંનો વિકાસમા સદઉપયોગ થાય એવી ટકોર કરી હતી, તેમની આ ટકોર જીલ્લાની અનેક પરિસ્થિતિઓને ઉજાગર કરે છે ત્યારે કામગીરીની ગુણવત્તાઓની જળવાય એ ખુબજ જરુરી છે.જે એજન્સીઓ તકલાદી કામગીરી કરી નવ દો ગ્યારહ થઇ જાય છે તેમના પર લગામ લગાવવાની તાતી જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here