કાલોલ પોલીસે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના દારૂના ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપી પાડયો

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન મુજબ કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ એલ ડામોર તથા સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે નાસતા ફરતા આરોપીઓ ને પકડી પાડવા અંગેની જુદી જુદી ટીમો બનાવી બાતમીદારોને કામે લગાડી પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળેલ કે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીસન ના બે વર્ષ પહેલાં ના ગુનાના નાસતા ફરતા નાનસિંગભાઈ નેવલાભાઈ રાઠવા રે. ગેટ મુવાડા તાલુકો હાલોલ તે મધવાસ ની મુવાડી ફળિયા માં આવેલો છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતા સદર ઈસમ મુવાડી ફળિયામાં કેબીન પાસે બેઠેલો જોવા મળેલ જેની ચોક્કસ તપાસ ખાત્રી કર્યા બાદ નામઠામ પૂછી તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here