રાજપીપલા જકાતનાકાથી વડિયા તરફ જતો રસ્તો પ્રથમ વરસાદે જ પાણીમા ગરકાવ -રસ્તા પર પાણી ફરી વળતાં લોકોને હાલાકી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

દેવ આશિષ સહિત અન્ય સોસાયટીમાં રહેતા રહીશો ની અવરજવર માટે હાલત કફોડી બની

સાંસદ મનસુખ વસાવાએ રસ્તા માટે આંદોલન પર બેઠેલા લોકો ને હૈયા ધરપત આપી હતી એક વર્ષ ના વહાણાં વાયા હજી સમસ્યા જસ ની તસ

રાજપીપલા ના વડીયા જકાતનાકા થી થઇને વડિયા ગામ માં જતો રસ્તો પ્રથમ વરસાદ માં જ પાણીમાં ગરકાવ થતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, રસ્તા ઉપર પહેલા વરસાદ માંજ ગુઠણ સુધી પાણી ભરાઈ જતા સર્વત્ર જળબંબાકાર ના દ્ષયો સર્જાયા હતા અને લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.

રાજપીપળા ના વડીયા જકાતનાકા પાસે ની દેવ આશીષ સોસાયટીના રહેવાસીઓની અવરજવર બંધ થઈ જવા પામી છે, કેટલાક લોકો જોખમ લઈ રસ્તો પાર કરવા મજબુર બન્યા હતા , સોસાયટીના રહીશો સહિત વડીયા ગામ ના લોકો ની અવરજવર માટે આ રસ્તો ઉપયોગી હોય ને તેને બનાવવા માટે અગાઉ આ રસ્તા ઉપર આવતી સોસાયટીના રહીશો રસ્તા ની માંગ સાથે ઉપવાસ પર પણ બેઠા હતા ત્યારે સાંસદ મનસુખભાઇ વાસવાની ઉપસ્થિત માં માર્ગ અને મકાન વિભાગના કાર્યપલક ઈજનેર ની ઉપસ્થિત માં રસ્તો ટુક સમયમાં બની જશે તેમ બાંહેધરી આપવામાં આવી હતી , સાંસદ મનસુખભાઈ વસાવા ની ઉપસ્થિત માજ ઉપવાસ આંદોલન પર બેઠેલા લોકો ને પારણાં કરાવ્યાં હતાં. જેથી લોકો હવે કયા હુવા તેરા વાદા ના ગીતો ગણગણાવી રહ્યા છે .

રાજપીપળા વડિયા જકાતનાકા થી વડીયા ગામ તરફ જવાના માર્ગ ને તવરિતજ બનાવવા માટે સાંસદ મનસુખભાઈ વસાવા થોડુંક રસ દાખવે એ ખુબજ જરુરી છે.લોકો તેમના પાસે થી અપેક્ષા રાખીને બેઠા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here