રાજકોટ જીલ્લા ધોરાજી તાલુકાના નાની વાવડી ગામમાં ભૂંડોનો ત્રાસ… ખેતરમાં કામ કરતા એક ખેડૂત ઉપર હુમલો કર્યો

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જીલ્લા ધોરાજી તાલુકાનુ નાની વાવડી ગામમાં ભૂંડ નો ત્રાસ વધ્યો છે, જેને લઈ ને ગામ ના લોકો પોતાના ખેતર માં કામ કરતા જતા ડરી રહ્યા છે. નાનીવાવડી ગામ માં ભૂંડ ના ત્રાસ થી ભય નો માહોલ ઉભો થયો છે, ગત રાત્રી ના રોજ ભૂંડે વળી વિસ્તાર માં કામ કરતા ખેડૂત ઉપર હુમલો કર્યો હતો અને ઘાયલ કર્યા હતા, 4 જેટલા ખેડૂતો ને બટકા ભરી ને લોહી લુહાણ કર્યા હતા, રાત્રે ખેતર માં કામ કરી રહેલા એક ખેડૂત ને શરીર ઉપર અસંખય ભાગે બટાકા ભરતા તેની હાલત ગંભીર થઇ હતીઃ, અને તેને જૂનાગઢ હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા, ઘાયલ ખેડૂત ને અંદાજિત 120 જેટલા ટાંકા લેવા પડ્યા હતા અને હાલ તે સારવાર હેઠળ છે, ભૂંડ ના ત્રાસ ને લઈને હેરાન ખેડૂતો હાલ તો ખેતરમાં કામ કરવા જતા ડરી રહ્યા છે અને રાત્રી દરમિયાન ખેતર માં કામ કરી શકતા નથી, ખેડૂતો અને ગામ લોકો એ ભૂંડ ના ત્રાસ બાબતે સરકારમાં અવારનવાર રજૂઆત કરી છે પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી હાલ તો ગામ લોકો ભૂંડ ના ત્રાસ ને લઈને સરકાર ને અહીં થી ભૂંડ પકડી ને ગામ લોકો ને સુરક્ષા માં વધારો કરવા માટે માગ કરી રહ્યા છે અને તાત્કાલિક અહીં થી ભૂંડ ને પકડી પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here