જૂનાગઢ તાલુકા પોલીસે આઝાદીની પૂર્વ સંધ્યાએ મટનના વેપારીને ઢોર માર મારતાં હોસ્પિટલ ખસેડાયો… સમાજમાં રોષની લાગણી

જૂનાગઢ, સોહેલ સિદ્દીકી :-

જૂનાગઢ મહાનગર માં ૭૫ માં આઝાદી પર્વની રાજ્ય કક્ષા ની ઉજવણી ના ઉન્માદ માં તાલુકા પોલીસ પ્રોટોકોલ ના રૂપકડા નામ હેઠળ જાણે અતિશયોક્તિ કરી હોય તેવું આ બનાવ ની વિગત જોતા ફલિત થાય છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મટન ના ધંધાર્થી એવા ઈરફાન ઇબ્રાહિમ બેલીમ રહે જૂનાગઢ પોતે ધંધા અર્થે બહાર થી બિન પ્રતિબંધિત પશુ ઓ લાવી તેનું મટન મહાનગર પાલિકા સંચાલીત મટન માર્કેટ માં વેચાણ કરવાનો પરવાનો ધરાવેછે ત્યારે તે તેમના નિત્યક્રમ મુજબ સ્વતંત્ર દિવસ ની પૂર્વ સંધ્યાએ બાજુના ગામ રાણપુર મુકામે થી બિન પ્રતિબંધિત પશુઓ વાહન માં લઈ ને આવી રહ્યા હતા તે દરમ્યાન ભેસાણ રોડ પર તાલુકા પોલીસ વિશેષ ફરજ માં હોય તેમનું વાહન રોકતા પરવાના થી વધારે પશુઓ હોય જેથી તેમની અટક કરી મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવાની હોય જે કરેલ દરમ્યાન રાત્રીના લોકઅપ માં રહેલ આરોપી ને દેવાભાઇ રબારી સહિતના ચાર થી પાંચ પોલિસ જવાનોએ અસહ્ય માર મારતાં તેં ઈજા ગ્રસ્ત થયેલ જ્યારે સવારે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટ રૂબરૂ આરોપી એ પોલીસે માર માર્યાની ફરિયાદ કરતા નામદાર કોર્ટે હોસ્પિટલ ખસેડવાનો હુકમ કરેલ ત્યારે આરોપી ને પગમાં તેમજ અન્ય જગ્યાએ ઈજા સ્પષ્ટ જોઈ શકાતી હતી જે ચાલી પણ શકતો ના હતો ત્યારે સવાલ એ થાય છે કે પોલીસે ન્યાયધીશ બની કોના ઇશારે આટલો અશહ્ય માર માર્યો અને આવો અધિકાર કોણે આપ્યો તે તપાસ નો વિષય છે જાણવા મળતી વિગત મુજબ આ પોલીસ કર્મચારી એ અગાઉ પણ આવું કૃત્ય કર્યાં હોવાનું બહાર આવેલ છે ત્યારે જિલ્લા પોલીસ વડા આ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવી જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે અન્યથા મટન વ્યવસાય કારો રોષની લાગણી સાથે જિલ્લપોલીસ વડાને આવેદનપત્ર આપી જલદ કાર્યક્રમ આપશે તેવું જાણવા મળી રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here