મોડાસાની કસ્બા બલાપિર દરગાહ પાસે રહેતા મોહમ્મદ આરીફ કાઝીની પુત્રી અલ્મિરા ખાતુંનએ રમજાન મુબારકનું રોજો રાખતા સ્નેહી અને મિત્રોએ મુબારકબાદી આપી હતી.
પવિત્ર રમઝાન માસમા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદાની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆ કરતા નજરે પડે છે.
પવિત્ર રમઝાન મહિનો શરું થઈ ગયો છે અને શરૂઆતના અરસામાં પહેલા રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરતા નાના બાળકો જોવા મળી રહ્યા છે ત્યારે મોડાસાનાં મુસ્લિમ બિરાદરો કાળઝાળ ગરમીમાં પણ રોઝા રાખીને ધાર્મિક ભાવના વધુ મજબૂત બનાવી રહ્યા છે સાથેસાથે મોડાસાનાં નાના ભૂલકાઓ પણ રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા છે. મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસના તમામ રોઝા રાખી રહ્યા છે ત્યારે મોડાસા સહીતના નાના ભુલકાઓએ પોતાના જીવનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરતા જોવા મળ્યા હતા. પવિત્ર રમઝાન માસમા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદાની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆ ગુજારતા નજરે પડે છે. ફોટામાં દ્રશ્યમાન થતા મોહમ્મદ આરીફ કાઝીની પુત્રી અલ્મિરા ખાતુંનને કલમ કી સરકાર ન્યુઝ પરિવાર ખૂબ ખૂબ દુવાઓથી નવાજી અનહદ શુભેચ્છાઓ પાઠવે છે.