કાલોલમાં ચાર ગામ કનોજીયા સમાજનો પરિચય મેળો અને નવચંડી યજ્ઞ અને મહાઆરતી યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ માં અલીન્દ્રા નજીક હાઈવે ની પાસે નવ નિર્માણધીન કુળદેવી ફુલમતી માતાજી ના મંદિરે રવિવાર ચાર ગામ કનોજીયા સમાજ જેમા કાલોલ દેલોલ,ડેરોલ સ્ટેશન અને સણસોલી નાં તમામ વડીલો, યુવાનો ભાઈઓ બહેનો દ્વારા આયોજીત પરિચય મેળો અને માતાજીની નવચંડી યજ્ઞ માં સમાજના ૧૫ દંપતિઓ એ ભાગ લીધો હતો કાર્યક્ર્મ માં કાલોલ, હાલોલ, વડોદરા, ડભોઇ, અમદાવાદ ખાતેથી પણ સમાજના અંદાજીત ૧૫૦૦ લોકો ,અગ્રણીઓ જોડાયા હતા મંદીર માટે ભૂમી આપનાર દાતાઓ નું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ સવિશેષ જ્ઞાતીજનો નું સન્માન કરાયું બપોર બાદ સમાજના અપરણિત યુવક યુવતીઓ નુ પરિચય સંમેલન યોજવામાં આવ્યુ હતુ કાર્યક્ર્મ માં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને જીલ્લા પંચાયત માજી પ્રમુખ રાજપાલ જાદવ સહિત સ્થાનીક નેતાઓ પણ હાજર રહ્યા હતા ચાર ગામ કનોજીયા સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ કનોજીયા, ઉપ પ્રમુખ હિતેશભાઇ કનોજીયા,મંત્રી કૌશિકભાઈ કનોજીયા, જીતેન્દ્રભાઇ, પિંકલભાઈ, યજ્ઞેશભાઈ, પ્રજ્ઞેશભાઈ, સંજયભાઈ દ્રારા કાર્યક્ર્મ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી સાંજે શ્રીફળ હોમ્યા બાદ મહાઆરતી યોજાઈ હતી અને ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here