મોરબી પંથકમાં દારૂ વેચનાર વિરુદ્ધ શ્રી વિવેકાનંદ યુવા સમિતિ મેદાનમાં… ઘુંટુ ગ્રામ્ય વિસ્તાર દારૂ મુક્ત કરવા પોલીસમાં રાવ

મોરબી, આરીફ દીવાન :-

મોરબી શહેર જિલ્લામાં પોલીસ તંત્ર એલર્ટ હોવા છતાં દારૂ જુગાર જેવી અસમાજી પ્રવુતિઓ અટકવાનું નામ જ નથી લેતી જેથી લોક જાગૃતિ જરૂરી બની હોય તેમ મોરબીના ઘુંટુ ગામે દારૂના દૂષણ અટકાવવા અંતર્ગત શ્રી વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા જિલ્લા પોલીસ તંત્રમાં લેખિતમાં રાવ કરી છે જેમાં જણાવેલ વિગતેની છે કે મોરબીના ઘુંટુ ગામ ખાતે બેરોકટોક પણે થતાં દેશી દારૂના વેચાણ અંગે વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક અને તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરીને દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માંગ કરવામાં આવી છે અને આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનોને સાથે રાખીને જનતારેડ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વિવેકાનંદ યુવા સમિતિ ઘુંટુ દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી તાલુકાના ઘુંટુ ગામની હદમાં અને ગામમાં અનેક જગ્યાએ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. ઘણી વાર ગામમાં નશાખોરો દારૂ ઢીંચીને જાહેરમાં લથડીયા ખાતા જોવા મળે છે જેના કારણે મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થાય છે જેથી આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, અગાઉ ગ્રામજનોએ જનતા રેડ કરી દેશી દારૂ વેચતા એક વ્યક્તિને ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો હતો ત્યારબાદ પણ પોલીસ દ્વારા નક્કર પગલાં ભરવામાં આવેલ નથી જેથી હવે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનોને નાછૂટકે જનતા રેડ કરવાની ફરજ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here