મોડાસા કોલીખડ ગામે રેલ્વે ટ્રેકના થાંભલા ઉપર ઇલેકટ્રીક વીજ વાયરની ચોરી કરનાર ઇસમોને ઝડપી પાડવામાં મોડાસા ટાઉન પોલીસને મળેલ સફળતા

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા શ્રી સેજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી મોડાસા તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોડાસા વિભાગ મોડાસા નાઓએ અરવલ્લી જીલ્લામાં તથા મોડાસા શહેરમાં દિન-પ્રતિદીન વધી રહેલા વાયરાવાહન ચોરીના ગુનાઓ ઉપર અંકુશ લાવવા તથા શહેરમાં સખ્ત પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ.
દરમ્યાન ગઇ તા.૧૭/૦૧/૨૦૨૩ ના ક.૧૫/૦૦થી તા.૧૮/૦૧/૨૦૨૩ ના ક.૧૪/૦૦થી વાગ્યાના પહેલાના કોઇપણ સમયે મોડાસા કોલીખડ ગામે રેલ્વે ટ્રેક ના થાંભલા ઉપર થી ફરીયાદીશ્રી ના કોલીખડ ગામે આવેલ રેલ્વે ટ્રેક ના થાંભલા ઉપરના કોપરના વીજ-વાયરો આશરે ૧૬૦ મીટર જેની આશરે કિ.રૂ.૬૮,૦૦૦/- ની વીજ-વાયર કોઇ ચોર ઇસમ ચોરી લઇ ગયેલ હોવાની ફરીયાદ આપતા જે અન્વયે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુરનં-૧૧૧૮૮૦૦૯૨૩૦૦૩ર૪ર૦ર૩ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબનો વીજ-વાયર ચોરીનો ગુના દાખલ થયેલ હોઇ સદર વીજ-વાયર ચોરીનો અનડીટેક ગુનાઓ ત્વરીત શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે.વાઘેલા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન નાઓને ઉપરી અધિકારી શ્રીઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની વીઝીટ કરી. બાતમી હકકીત આધારે ચોરી થયેલ વીજ-વાયર ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં મોડાસા ટાઉન પોલીસને સફળતા મળેલ છે, તા-૨૨/૦૨/૨૦૨૩
આરોપીના નામ સરનામાઃ-
(૧) રાજુભાઇ ભુરાભાઇ જાતે બારીયા ઉ.વ ૨૩ રહે હનુમાન દાદાનુ ફળીયુ ખલીકપુર તા માલપુર જી અરવલ્લી (૨) મોહનભાઇ કાળાભાઇ જાતે ખાટ ઉ.વ ૨૬ રહે માતાજીનુ કળીયુ ખલીપુર તા.માલપુર જી.અરવલ્લી (૩) અરવિંદભાઇ ગંભીરભાઇ જાતે સેમારી ઉ.વ ૩૦ રહે દલાનુ કળીયુ વાંકાનેડા તા.માલપુર જી.અરવલ્લી (૪) વિજયકુમાર લક્ષ્મણભાઇ જાતે પગી ઉ.વરર રહે ગોરા ખાંટના મુવાડા વાંકાનેડા તા. માલપુર જ અરવલ્લી (૫) અજિતસિંહ વિજયસિંહ જાતે રાઠોડ ઉ.વ ૪૪ રહે રાજપુતના મુવાડા બાસ્નીલી તા.ધનસુરા જી અરવલ્લી (૬) લાલાજી સોમાજી જાતે ખાંટ ઉ.વ ૨૩ રહે માધાની કળી ખલીકપુર તા. માલપુર જી અરવલ્લી
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી-
(૧) શ્રી ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
(૨) અ હેડ કોન્સ સુરેશકુમાર ગુણવંતસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન (૩) હૈ.કો જીતેન્દ્રસિહ ન્રુસિહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
(૪) પો.કો પો.કો અશ્વીનકુમાર કાંતીભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
(૫) પો.કો કરણસિહ મહેન્દ્રસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન (૬) પો.કો કૃષ્ણસિંહ મૌજુદાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here