રાજકોટ જંગલેશ્વર ખાતે ચીસ્તીયા લંગર કમિટી દ્વારા કચ્છના હાજીપીરના પદયાત્રીઓ માટે રાજકોટ થી માળીયા સુધી પેટ્રોલિંગ કરી ઠંડા પીણા વિતરણ કરતા યુવાનો

રાજકોટ, આરીફ દીવાન :-

કચ્છના શહેનશાહ હાજીપીર વલીના ઉષ મુબારક નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેર જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ આસ્થાના પ્રતીક કચ્છના શહેનશાહ હાજીપીર ના ઉષમાં હાજરી આપવા માટે વાહનો તેમજ પગપાળા કરી દરગાહ શરીફ ખાતે દર્શન દીદાર અર્થે મોટી સંખ્યામાં લોકો જામનગર જુનાગઢ પોરબંદર મોરબી માળીયા મીયાણા સહિત વિગેરે વિગેરે વિવિધ શહેર જિલ્લામાંથી કચ્છના શહેનશાહ હાજીપીર ના ઉરસ મુબારક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાતા હોય છે જેમાં પગપાળા ની સંખ્યા પણ બમણી રહેતી હોય જેથી વિવિધ રણ વિસ્તારો સહિત ઠેર ઠેર ચા પાણી નાસ્તો જમવા આરામ સહિત મેડિકલ કેમ્પ ની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે રાજકોટ જંગલેશ્વર ખાતે વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા ચિસ્તીયા કમિટી જંગલેશ્વરના યુવાનો દ્વારા છેલ્લા સાત વર્ષથી કચ્છના હાજીપીર ના પદયાત્રીઓ માટે રાજકોટ થી માળીયા મીયાણા સુધી પગપાળા જતા લોકો માટે ઠંડા પીણા તેમજ પાણીની વ્યવસ્થા વિતરણ કરીને સેવા લક્ષી કાર્ય કરે છે જેમાં જિલ્લાની પીપરવાડીયા. ફિરોજ ઓડીયા. બોદુ ચુડાસમા. સબીર સિપાઈ સહિત સલીમ ચુડાસમા વિગેરે નામે અનામી યુવાનો અગ્રણીઓ આગેવાનો જનરેશન વિસ્તારના સેવાભાવી યુવાનો દ્વારા કાર્ય છેલ્લા સાત વર્ષથી કરવામાં આવે છે જે તસવીરમાં મોરબી ટંકારા વચ્ચે આવેલા લજાઈ ખાતે બદામ શેક અને ઠંડા પાણી વિતરણ કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here