મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા હોદ્દેદારોની વરણી સહિત ઓબીસી મોરચાની મીટીંગ સદસ્યતા અભિયાન યોજાયો…

મોરબી, આરીફ દિવાન :-

હાલ વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત મોટાભાગના રાજકીય પક્ષો દ્વારા રાજકીય ક્ષેત્રે સેન્સ પ્રક્રિયા ની સાથે સાથે દરેક વિસ્તારમાં હોદેદારોને જવાબદારી સોંપવામાં આપી પક્ષને મજબૂત ની સાથે સાથે ચૂંટણીમાં સત્તા પ્રાપ્ત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોય તે રીતે દરેક પક્ષો દ્વારા જુદા જુદા સમાજના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી રહી છે જેમાં કોંગ્રેસે પણ પોતા ના હોદ્દેદારો ની વરણી કરવાનું શરૂ કર્યું છે જેના ભાગરૂપે તાજેતરમાં ઓબીસી મોરચાની મિટિંગનું આયોજન સાથે સાથે સદસ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત એસટી ઓબીસી મોરચાના અગ્રણીઓ સહિતના જિલ્લા ઓબીસી મોરચાના અગ્રણીઓ વગેરે ની હાજરીમાં મોરબી ખાતે મોરબી જિલ્લા ઓબીસી મોરચા દ્વારા યોજાયેલ મિટીંગમાં પ્રદેશ કોંગ્રેસ obc ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી તેમજ ડૉ. દિનેશભાઇ પરમાર થઈ મોરબી જિલ્લા પ્રભારી પ્રવીણભાઈ મોરબી જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ઉપપ્રમુખ મુકેશ ગઢવી મોરબી જિલ્લા પ્રભારી કરણદેવ સિંહ જાડેજા માળીયા શહેર પ્રમુખ કોંગ્રેસ ઈકબાલભાઈ જેડા મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ રાજુભાઈ જીલરીયા કોંગ્રેસ ઓબીસી ઉપપ્રમુખ ભરત ભાઈ કુંભારવાડીયા કોંગ્રેસ ઓબીસી ઉપપ્રમુખ રાજુભાઇભરવાડ વગેરે ની હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેથી આવનાર વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત કોંગ્રેસી કાર્યકરો દ્વારા ખભે ખભો મિલાવી પક્ષને મજબૂત કરી સત્તા પ્રાપ્ત કરવા નવ યુવાન નવા પરિવર્તન સાથે નવી આશાઓ ની કિરણો મોરબી શહેર જિલ્લામાં આવે તે દિશામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપના ગઢ કહેવાતા મોરબી શહેર જિલ્લામાં ગાબડા પડવાની પૂરેપૂરી તૈયારી સાથે રાજકીય ક્ષેત્રે એકજૂટ બની પક્ષને મજબૂત કરી કારમી મોંઘવારી સહિત કોરોના મહામારી અંતર્ગત દર્શન દુર્લભ રહેલા નેતાઓને પરિચય આપવા માટે નવી રચના સાથે દરેક વોર્ડ વાઈઝ મોરબી શહેર જિલ્લામાં હોદ્દેદારોની વરણી કરી ભાજપના ગઢમાં ગાબડું પાડી કોંગ્રેસ મોરબી શહેર જિલ્લામાં સત્તા પ્રાપ્ત કરે તેવા પ્રયાસો અંતર્ગત પ્રામાણિક કોંગ્રેસ પક્ષ ના વફાદાર વ્યક્તિઓને આવનારી ચૂંટણીમાં ટિકિટ આપી મોરબી શહેર જિલ્લામાં એક જૂથ સાથે નવા પરિવર્તન લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોય તેવું રાજકિય ક્ષેત્રે ચર્ચાના ચકડોળે ચડયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here