મોરબી જિલ્લામાં માત્ર એક ડેમો ટ્રેન એને પણ લાગ્યું કોરોનાકાળનું ગ્રહણ !!?

મોરબી,
આરિફ દીવાન

સરકાર દ્વારા તાજેતરમાં જ મોટાભાગનું લોક ડાઉન લોકોના હિત કલ્યાણ માટે સોશિયલ ડીસ્ટન્સ સાથે ખુલ્લુ મૂક્યું છે ત્યારે મધ્યમ ગરીબ મજૂર વર્ગ માટે મોરબી જિલ્લામાં મોરબી વાંકાનેર રાજકોટ દોડતી એક માત્ર ડેમો ટ્રેન તેને પણ લોક ડાઉન નું ગ્રહણ લાગ્યું હોવાથી કે આજની તારીખે બંધ છે જેના પરિણામે ખાનગી વાહનચાલકો હમણા પૈસા લઈ મોરબી-વાંકાનેર અવર-જવર કરતાં મજુર વર્ગને બહુ મોડું થઈ જોખમી ચિંતાજનક ગંભીર પરિસ્થિતિ નો બનવું પડે છે અને ધંધા રોજગાર રોજીરોટી વેપાર માટે વાંકાનેર થી મોરબી અને મોરબી થી વાંકાનેર આવતા-જતા લોકોને હાલ ભારે હાલાકી પડી રહી છે જ્યારે મોટાભાગના વાહનો રોડ રસ્તા ના કારણે અકસ્માતના ગંભીર ભય જનક વચ્ચે મુસાફરી કરી રહ્યા છે તો વિકાસ લક્ષી સરકાર દ્વારા મોરબી વાંકાનેર રોડ થી ડેમો ટ્રેન ફરી દોડતી કરે તેવી મજુર મધ્યમ ગરીબ ની લાગણી અને માગણી ઉઠવા પામી છે અને નોંધનીય છે કે વાંકાનેર મોરબી માત્ર એક ડેમો ટ્રેન જોવે છે જ્યારે મોરબી જિલ્લો છે છતાં રેલગાડી ટ્રેન સુવિધા નો મોટો અભાવ મોરબીના ઉદ્યોગપતિ થી લઈ સામાન્ય મજુર વર્ગને હાલ મોરબી અન્ય જિલ્લા જેવી સુવિધા ના સપનાઓ સાકાર ક્યારે કરી શકશે તે એક મોટો ચિંતાનો વિષય બન્યો છે મોરબી જિલ્લામાં એકમાત્ર હાલ ડેમો ટ્રેન મોરબી વાંકાનેર રાજકોટ સુધી દોડે છે એ પણ લોક ડાઉન અંતર્ગત બંધ રહેવાથી મજુર મધ્યમ વર્ગના કરતા વ્યક્તિઓને ભારે હાલાકી પડે છે જ્યારે મોટા ભાગે મોરબી શહેર જિલ્લામાં મોટાભાગના વાહનો દોડતા થઈ ગયા છે જેમાં એસટી બસ નો પણ સમાવેશ થયો છે તો મોરબી વાંકાનેર ડેમો ટ્રેન ક્યારે પડશે તેની ચિંતા સામાન્ય મજૂર વર્ગના વ્યક્તિઓમાં ચર્ચાનો વિષય બન્યો છે અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં રાજકોટ થી દિલ્હી એરોપ્લેન દોડશે તો સૌરાષ્ટ્રમાં ટ્રેન ક્યારે દુર થશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here