રાજપીપળા બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા

બબ્બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા બેંક ચાર દિવસ માટે બંધ કરવામાં આવી

બેન્કના પ્રવેશ દ્વાર ઉપર જ જાહેર નોટીસ મારી ગ્રાહકોને જાણ કરાઇ

કર્મચારીઓનો કરોના ટેસ્ટ પોઝિટિવ આવતા બેન્ક સત્તાવાળાઓ બેન્કના મુખ્ય પ્રવેશ દ્વારે જ નોટીસ પણ લટકાવી દીધી તેની તસ્વીર

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જીલ્લાના વડુંમથક રાજપીપળા શહેરમાં તો જાણે કે આભ ફાટ્યો હોય એમ કોરોના વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે, રોજબરોજ ઢગલાબંધ પોઝીટીવ દર્દીઓ નોંધાતાં જાય છે.

પોલીસ વિભાગ, ડૉક્ટરો, સરકારી કચેરીઓના કર્મચારીઓ, સિવિલ હોસ્પિટલ, બેંક સહિતના કર્મચારીઓ કોરોના ની ઝપેટ માં આવતા જાય છે.

જે વિસ્તારમાંથી કેસો નોધાયા હતા તેવા વિસ્તારમાં તંત્ર દ્વારા સીલ મારી કન્ટેમેન્ટ ઝોન જાહેર કરેલ છે છતાં બિનજવાબદર કેટલાક લોકો હજુ બિન્દાસ બની ફરતા હોય પોલીસે લગામ લગાવવી ખૂબ જરૂરી થઈ પડી છે.

ગતરોજ નર્મદામાં એક સાથે ૪૦ કોરોના પોઝીટીવ કેસો આવ્યા જેમાં બેંક ઓફ બરોડાના બે કર્મચારીઓ પણ પોઝીટીવ આવતા શુક્રવારે બી.ઓ.બી શાખા બંધ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યા મુજબ રાજપીપળા સ્ટેશન રોડની બેંક ઓફ બરોડા સોમવાર સુધી બંધ રહેશે.

બેન્ક સત્તાવાળાઓ બેન્કના મુખ્ય પ્રવેશ દ્વારે જ નોટીસ પણ લટકાવી દીધી છે અને પોતાના ગ્રાહકોને જાણ કરાઇ છે. આ શાખા અને એ. ટી. એમ. સોમવાર સુધી બંધ રહેશેનું સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here