રાજપીપળા શાકમાર્કેટ, કાછીયાવાડ સહિત કસબાવાડના વિસ્તારો સીલ કરવાની કામગીરી શરૂ કરાઇ

રાજપીપળા શાકમાર્કેટ આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય

નગરમા વધતા જતા કોરોનાના પ્રકોપથી બચવા સાવચેતી ના પગલાંરૂપે વહીવટી તંત્ર દ્વારા કડકાઇથી અમલ કરાવાની દિશામાં લેવાતાં નિર્ણયો

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા સહિત વડુમથક રાજપીપળામાં કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે , લોકો જાહેર સ્થળો ઉપર બેફામ બન્યા છે કોઇ પણ જાતની સોશીયલ ડિસ્ટનસિંગની કાળજી જરાયે રાખવામાં આવતી નથી. નર્મદા જિલ્લામાં હાલ 232 કોરોના પોઝિટિવ કેસો નોધાયા છે. રાજપીપળામાં દિન પ્રતિદિન પોઝિટિવ કેસો વધી રહયા છે, તેમા પણ ગીચ વસતી ધરાવતો કાછીયાવાડ , કસબાવાડ, આશાપુરી માતા પાસેના વિસ્તારોમાંથી સોથી વધારે પોઝિટિવ કેસો નોધાયા છે. રાજપીપળા શાકમાર્કેટમાં સોશીયલ ડિસ્ટનસીંગ ધજાગરા ઉડતા નજરે પડી રહયા છે, ત્યારે મોડું તો મોડું જીલ્લા વહીવટી તંત્ર સાબદુ બન્યુ છે. આવતી કાલથી શાક માર્કેટમાં સંપૂર્ણપણે પ્રવેશબંધી ફરમાવવામાં આવેના ચક્રો ગતિમાન થઇ રહયા છે . રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓને માર્ગો બંધ કરવાની કામગીરી સોંપાઇ ગઇ છે, કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે. શાકમાર્કેટ સહિત કસબાવાડ, કાછીયાવાડ, મોટા માછીવાડ સહિતનો જે વિસ્તારમાંથી સંક્રમણ વધુ ફેલાઈ રહયો છે, જે વિસ્તારમાં કોરોના પોઝિટિવના દર્દીઑ મોતને ભેટ્યા છે એવા વિસ્તારો સીલ કરવાની કામગીરી થઇ રહી છે.

14 દિવસ માટે આવા વિસ્તારો સીલ કરવામાં આવશેનું જાણવા મળ્યું છે, જોકે શાકભાજી વિક્રેતાઓએ સ્વૈચ્છિક રીતે ત્રણ દિવસ સુધી માર્કેટ બંધ રાખ્યુ હતુ. વેપારીઓના શાકભાજીનો માલ આવી ગયેલા હોય આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી શાકમાર્કેટ ખુલ્લુ રહેવાની શક્યતાઓ છે.

હજુ સત્તાવાર જાહેરનામાં બહાર પાડવામાં આવેલ નથી પરંતુ અમારી કલમની સરકાર તરફથી જે માહિતી પ્રદાન થઇ રહી છે તે અનુસાર તમામ શકયતાઓ હોવાનું દ્રઢપણે અમારુ માનવુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here