મોડાસા શહેરમાં પુર્ણીમા હોટલ નજીક રોડ ઉપરથી નજર ચુકવી પેન્ટનુ ખીસ્સુ કાપી રૂ.૪૦,૦૦૦/-ની ચોરી કરનાર બન્ને ઇસમોને રીક્ષા સહિત ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ટાઉન પોલીસ…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા શ્રી શૈફાલી બારવાલ સાહેબ પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસા તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોડાસા વિભાગ મોડાસા નાઓએ અરવલ્લી જીલ્લામાં તથા મોડાસા શહેરમાં દિન-પ્રતિદીન વધી રહેલા ચોરીના ગુન્હાઓ ઉપર અંકુશ લાવવા તથા શહેરમાં સખ્ત પેટ્રોલીગ રાખવા સુચના કરેલ.ગઇ તા.૧૦/૧૦/૨૦૨૩ ના કલાક-૧૨/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે મોડાસા પુર્ણીમા હોટલ સામે આ કામના ફરીયાદી પુર્ણીમા હોટલ પાસે ચાલતા જતા હતા તે વખતે કોઈ અજાણ્યા બે
ઇસમો રીક્ષા લઇ આવી ફરીયાદીને રખીયાલ જવાનું કહિ રીક્ષા માં બેસાડી વાતે ચડાવી નજર ચુકવી પેન્ટનું ખીસ્સું કાપી તેમાંથી રૂ.૪૦,૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુન્હો કરેલ હોવાની ફરીયાદ અન્વયે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નંબર-૧૧૧૮૮૦૦૯૨૩૦૬૮૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ જે ચોરીનો અનડીટેક ગુન્હો ત્વરીત શોધી કાઢવા શ્રી.ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનાઓ તથા ઇન્ચાર્જ એમ.ડી.પંચાલ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનાઓને ઉપરી અધિકારીશ્રી તરફથી જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વય મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પોલીસના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી
ગુન્હાવાળી જગ્યાની વીઝીટ કરી ચોરી કરનાર ઇસમોને તથા ચોરીમાં વપરાયેલ રીક્ષાને શોધી કાઢવા સારૂ
નેત્રમ શાખાના સી.સી.ટી.વી ફ્ટેજ તથા આજુબાજુના સી.સી.ટી.વી ચેક કરતા સદર ચોરીમાં સી એન.જી
રીક્ષા નંબર GJ-23-AU -3262 ની રીક્ષા શંકાસ્પદ જણાતા સદર રીક્ષાના માલીક બાબતે પોકેટકોપની
મદદથી સર્ચ કરી તેમજ અંગત બાતમીદારો મારફતે હકીકત મેળવી આ શંકાસ્પદ રીક્ષા ચાલક તથા તેની સાથેના ઇસમની તપાસ કરી પકડી લઇ પોલીસ સ્ટેશન ખાતે લાવી આ ચોરી બાબતે પૂછપરછ કરતા પોતે પોતાનુ નામ વિજયકુમાર સુરેશભાઇ જાતે પટેલ રહે.બડેવીયા તા.ગળતેશ્વર જી.ખેડાનો હોવાનુ જણાવેલ તથા તેની સાથેના બીજા એક ઇસમનુ નામ રમેશભાઇ મંજીભાઇ ચુડાસમા (દેવીપુજક) રહે.હડમતીયાતા.ગલતેશ્વર જી.ખેડાનાઓ હોવાનુ જણાવતા હોય સદરી ઇસમોને પુછપરછ કરતા જણાવેલ કે ગઇ તા.૧૦/૧૦/૨૦૨૩ ના ક.૧૨/૦૦ વાગે મોડાસા બજારમાંથી એક ઉંમર લાયક કાકાને અમો અમારી રીક્ષામાં બેસાડી રીક્ષા મોડાસામાં ફેરવી કાકાને વાતે ચડાવી નજર ચુકવી તેમનુ ખીસ્સ કાપી ખીસ્સા માંથી રોકડ રકમ રૂ.૪૦,૦૦૦/- હજાર નજર ચુકવી કાઢી લઇ કાકાને દવાખાનાનુ બહાનુ કરી રસ્તામાં ઉતારી રીક્ષા લઇ ભાગી જઇ ચોરી કરેલાનું જણાવતા હોય જેથી સદર ગુન્હામાં સંડોવાયલ બન્ને આરોપીઓને પકડી લઇ
ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા ૪૦,૦૦૦/- રીકવર કરી તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ રીક્ષા કબજે લેવામાં આવેલ છે આમ ચોરીનો ગુન્હો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખવામાં મોડાસા ટાઉન પોલીસને સફળતા મળેલ છે.
આરોપીઓના નામ સરનામાઃ-
(૧) વિજયકુમાર સુરેશભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે.બડેવીયા તા.ગળતેશ્વર જી.ખેડ
(૨) રમેશભાઇ મંજીભાઇ ચુડાસમા (દેવીપુજક) ઉ.વ.૪૮ રહે.હડમતીયા તા.ગલતેશ્વર જી.ખેડા
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી-
(૧) શ્રી ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૨) શ્રી I/C એમ.ડી.પંચાલ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(3) એ.એસ.આઇ દોલતસિંહ ભુરસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
(૪) આ.હે.કો જીતેન્દ્રસિહ કનુસિહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૫) અ.હે.કો જયેન્દ્રસિંહ ભીમસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૬) અ.હે.કો સંજયકુમાર અમૃતભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન..
(૭) પો.કો. કરણસિંહ મહેન્દ્રસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૮) પો.કો કૃષ્ણસિંહ મોજુદાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૯) પો.કો દિલીપકુમાર રમણભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૧૦) પો.કો અતુલકુમાર ઘેલાભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૧૧) પો.કો અશ્વિનભાઇ કાન્તિભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here