મોડાસા ટાઉન પો.સ્ટે વિસ્તારમાંથી થયેલ મોબાઇલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન કિ.રૂ.૧૪,૦૦૦/-ની સાથે એક આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્દસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બારવાલ,સાહેબ નાઓએ અરવલ્લી જિલ્લામાં બનેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક પરિણામલક્ષી અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ હતી.
જે ગુન્હાઓની ગંભીરતા અન્વયે શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસાના ઓએ આવા ગુન્હા શોધી કાઢવા આપેલ સુચનાઓ અને માર્ગદર્શન અનુસાર એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમો બનાવેલ જે એલ.સી.બી.ટીમો ધ્વારા લગાતાર ગુન્હા સબંધે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ કરીચોરી કરવાની એમ.ઓ. ધરાવતા શકદાર ઇસમો ઉપર વોચ કરેલ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે જરૂરી બાતમી હકીકત મેળવવામાં આવેલ હતી.
જે આધારે એલ.સી.બી.સ્ટાફના માણસો મેઘરજ પોસ્ટે વિસ્તારમાં બનતા મિલ્કત સંબધી ગુન્હા અટકાવવા સારૂ વોચ/પેટ્રોલીંગમા હતા અને પેટ્રોલીંગમાં ફરતા ફરતા મેઘરજ બસ સ્ટેન્ડ પાસે જતાં બાતમીદારથી હકીકત મળેલ કે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં ૧૧૧૮૮ ૦૦૯૨૩૦૫૫૮/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ ૩૭૯ મુજબના કામે ચોરીના કામે ગયેલ વીવો કંપની વાય ૨૧ મોડલનો આસ્માની કલરનો મોબાઇલ ફોન જીસાન ઇશાકભાઇ ભાઇલા રહે.પોસ્ટ ઓફીસ સામે મેઘરજ તા.મેઘરજ જિ.અરવલ્લીનાનો લઇને ગ્રીન પાર્ક ચોકડી નજીક નજીક ઉભો છે. જે હકીકત આધારે મેઘરજ ગ્રીન પાર્ક ચોકડી નજીક જતાં બાતમી હકીકત વાળો ઇસમ પકડી નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ જીસાન ઇશાકભાઇ ભાઇલા ઉવ ૨૫ રહે.પોસ્ટ ઓફીસ સામે મેઘરજ તા.મેઘરજ જિ.અરવલ્લીનો હોવાનુ જણાવેલ.તેના ખીસ્સામાંથી એક વાદળી કલરની બોડીવાળો વીવો કંપની વાય ૨૧ મોબાઇલ ફોન હોઇ જેથી સદરી ઇસમને પોતાની પાસેના સદર મોબાઇલ બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ હોય તો રજુ કરવા જણાવતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ અને કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને જે મોબાઇલ બાબતે તપાસ કરતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઉપરોકત ગુન્હો દાખલ થયેલ છે.સદર ફોનની કિ.રૂ. ૧૪,૦૦૦/-ની ગણી સદરી ઇસમ કોઇ પણ જાતના આધારા પુરાવા કે બીલ વગર પોતાની પાસે રાખી મળી આવેલ હોઇ સદરી પાસેથી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આજરોજ તા.૨૬/૦૮/૨૦૨૩ ના કલાક.૧૮/૩૦ વાગે સી.આર.પી.સી.કલમ૪૧(૧)ડી મુજબ અટક કરી આગળની તપાસ સારૂ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન સોપેલ છે.
કબજે કરેલ મુદ્દામાલઃ-
(૧)એક વાદળી કલરની બોડીવાળો વીવો કંપની વાય ૨૧ મોબાઇલ ફોન જેની કિ.રૂ.૧૪૦૦૦/-
પકડાયેલ આરોપી-
(૧) જીસાન ઇશાકભાઇ ભાઇલા ઉવ ૨૫ રહે.પોસ્ટ ઓફીસ સામે મેઘરજ તા.મેઘરજ જિ.અરવલ્લી
કામ કરનાર અધિકારી / કર્મચારીઓઃ-
(૧) શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. મોડાસા.
(૨) એ.એસ.આઇ અનીલકુમાર અંબાલાલ એલ.સી.બી. મોડાસા
(૩) એ.એસ.આઇ કેતનભાઇ મહેશભાઇ એલ.સી.બી. મોડાસા
(૪) અ.હે.કો.હરેશભાઇ કાન્તિભાઇ એલ.સી.બી. મોડાસા
(૫) અ.હે.કો.કલ્પેશસિંહ કરણસિંહ એલ.સી.બી. મોડાસા
(૬) આ.પો.કો હાર્દીકકુમાર અરવિંદભાઇ એલ.સી.બી. મોડાસા
આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી ધ્વારા મોબાઇલ ચોરીના ૧ ગુન્હાનો ભેદ ઉકેલાવા પામેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવાની પ્રસંશનીય કામગીરી કરવામાં સફળતા સાપડેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here