કેનેડા ક્રેડીટ રીવરના એલ્ડોરાડો પાર્ક ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સંતો અને હરિભકતોએ આંતરરાષ્ટ્રીય યોગા ડે ની ઉજવણી કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

યોગ એક પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાંપ્રત સમયે નોર્થ અમેરિકા -કેનેડામાં વિચરણ કરી રહ્યા છે; ત્યારે કેનેડા ક્રેડિટ રીવરના એલ્ડોરાડો પાર્ક મુકામે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સંતો હરિભક્તોએ યોગાસન, પદ્માસન, હલાસન તેમજ તાળી યોગ પણ કર્યા હતા. તાળી પાડવી તે એક પ્રકારનો યોગ છે. તાળી વગાડવાથી બ્લડ સર્ક્યુલેશન(રક્ત પરિભ્રમણ)માં વધારો થાય છે, શરીરનાં તમામ અંગો એક્ટિવ થઈ જાય છે અને ઝડપથી કામ કરવા લાગે છે. એટલું જ નહીં, તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. આમ, અનેક પ્રકારના યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરી હતી. તેમજ લંડન, મણિનગર શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ, શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ, ગોધરા વગેરે સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here