અરવલ્લીના મોડાસા ખાતે નારી સંમેલન યોજાયું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મહિલાઓમાં નારી અદાલતની સમજણ, મહિલા સશક્તિકરણ તથા મહિલા વિષયક યોજનાઓની જાણકારી માટે નારી સંમેલન યોજાયું હતું

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને અરવલ્લી જિલ્લા પંચાયત અને વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા નારી અદાલતના પ્રચાર-પ્રસાર માટે મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશકતકરણ અને મહિલા વિષયક યોજનાની જાણકારી આપી શકાય તે હેતુસર નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.મહિલા સશક્તિકરણ વિષય અને મહિલા વિષયક યોજનાઓ,આઈસીડીએસની વિવિધ યોજનાઓ, કાનૂની સહાય,રસીકરણ જનજાગૃતિ અંગે ઉપસ્થિત મહિલાઓને સમજણ આપવામાં આવી હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અને શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી, ટીડીઓશ્રી ઉપપ્રમુખશ્રીતાલુકા પંચાયત સદસ્ય ,મહિલા હેલ્પલાઇન કાઉન્સેલર 181 અભયમ,અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here