મોડાસામાં હોળી ધુળેટી પર્વને લઈ શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સંજયભાઈ કેશવાલા ની અધ્યક્ષતામાં અને મોડાસા ટાઉન પીઆઇ કે.ડી ગોહિલની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

આગામી દિવસોમાં હોળી અને ધૂળેટીના પર્વ આવી રહ્યા છે

ત્યારે શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુસર શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું

મિટિંગમાં મોડાસા શહેરના હિન્દુ સમાજના અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો તેમજ વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

દિવાળી. રથયાત્રા. મહોરમ હોય કે ઈદ હોય શાંતિ અને ભાઈચારા થી દરેક તહેવારો મોડાસા શહેરમાં હંમેશા શાંતિથી બંને કોમના માણસો હળી મળીને ઉજવે છે

આ પ્રસંગે નવા એસપી સંજયભાઈ કેશવાલા અને પી.આઈ કે.ડી. ગોહિલે જણાવ્યું હતું જરૂર પડે પોલીસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પ્રજાને મદદ ખડે પગે રહેશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here