ભારતીય બનાવટનો વિદેશી દારનો જથ્થો ઝડપી પાડતી છોટાઉદેપુર એસ.ઓ.જી. પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

એમ.એસ.ભરાડા સાહેબ. I/C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એમ.વી.જાડેજા, I/C પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. છોટાઉદેપુરનાઓ તથા એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંઠીયા-ગાબડીયા ગામ તરફ પ્રેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે, ગાંઠીયા ગામે પટેલ ફળીયામા રહેતા ચીમનભાઇ કરશનભાઇ રાઠવા નાઓ પોતાના ઘરે ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશીનુ દારૂનુ છુટક વેચાણ કરે છે જે બાતમી હકીકત આધારે બે પંચોના માણસો સાથે રાખી સદીના ઘરે રેઇડ કરતા ઘરના ઓરડાના ખુણાના ભાગેથી એક પ્લાસ્ટીકના થેલામાંથી બોટલો ભરેલ જણાતાં ખાત્રી કરતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વિસ્કી પ્લાસ્ટીક ૭૫૦ મી.લી બોટલ નંગ-૩૦ જે એક ની કિંમત રૂ.૫૨૫/- લેખે કુલ બોટલની કિ.રૂ.૧૫,૭૫૦/- (૨) માઉન્ટ પતરાના ટીન ૫૦૦ મી.લીના બીયર નંગ-ર૪ જે એક નંગની કી.રૂ.૧૦૫ લેખે કુલ કિ.રૂ.૨,૫૨૦/- મળી કુલ બોટલ નંગ-૫૪ જેની કુલ કિં.રૂ. ૧૮,૨૭૦/- નો ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે રાખી રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ હોય જેઓને કોરોન્ટાઈન રાખી તેઓના વિરુધ્ધમાં ધોરણસર કાર્યવાહિ કરી છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
:-પકડાયેલ આરોપી
(૧) ચીમનભાઇ કરશનભાઇ રાઠવા ઉ.વ ૩૦ રહે. ગાંઠીયા પટેલ ફળીયા તા.જીછોટાઉદેપુર I/C પો.ઇન્સ. એમ.વી.જાડેજા, ASI નિતેષભાઇ રાયસિંહભાઇ, ASI રધુવીરભાઇ દીલીપભાઇ, HC વિક્રમભાઇ કોટવાલભાઇ, PC વિજયભાઈ કાળાભાઈ, HC પ્રવિણભાઇ તેરીયાભાઇ નાઓ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here