બોડેલી સી એચ સી સેન્ટર ખાતે આયુષમાન કાર્ડનો મેઘા કેમ્પ યોજાયો

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ2એન કુરેશી :-

બોડેલી કેમ્પ માં 178 લાભાર્થીઓ એ લાભ લીધો

આજરોજ બોડેલી સી એચ સી સેન્ટરના કમ્પાઉન્ડમાં આયુષમાન કાર્ડ નો મેઘા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 178 લાભાર્થીઓ એ કાર્ડ કઢાવ્યાં હતા જે પ્રધાનમંત્રી જન આરોગ્ય અંતર્ગત મેઘા કેમ્પ રાખવામાં આવેલ હતો અને આયુષમાં કાર્ડ એ મધ્યમવર્ગ માટે સંકટ સમય ની સાંકળ જેવો લાભ છે ભવિષ્યમાં મધ્યમવર્ગ ગરીબ વર્ગ ને આ કાર્ડ કોઈ મોટી બીમારીમાં ઉપયોગી નીવડે એ આશય થી સરકારે આ યોજના ની શરૂઆત કરેલ છે જેમાં ગરીબવર્ગ કે માધ્યમ વર્ગ ને મોટી બીમારીમાં રૂપિયાની અછત ના કારણે લોકો મૃત્યુ પામે છે તેને અટકાવી શકાય છે જે આયુષમાનકાર્ડ માં મફત સારવાર કરવામાં આવેછે જેમાં ₹5લાખ સુધીની બીમારીનો ખર્ચ આ કાર્ડ હોય તો મફત સારવાર સરકાર દ્વારા કરી આપવામાં આવેછે અને ગરીબ વર્ગ બચી શકેછે અને જે વ્યક્તિની આવક 4લાખ કરતા ઓછી હોયછે એને આ લાભ મળી શકેછે અને લોકો આ લાભ થી વંચિત ના રહી જાય એટલા માટે બોડેલી સી એચ સી સેન્ટર ખાતે આયુષમાન કાર્ડ નો મેઘા કેમ્પ રાખવામાં આવ્યો હતો અને ત્યાં સ્થળ પર જ 178 લોકોએ આયુષમાન કાર્ડ નો લાભ લીધેલ છે અને આયુષમાન કાર્ડ ત્યાં સેન્ટર પર કાઢી આપવામાં આવ્યા છે જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ આર ચૌધરી તથા બોડેલી ટી એચ ઓ ડો.ભારતી ગુપ્તા ના અધ્યક્ષ સ્થાને કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અને સી એચ સી સેન્ટર પર જ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા અને સ્થળ પરજ નવા તેમજ નામ ઉમેરવા તથા મા અમૃત્તમ કાર્ડ માંથી આયુષમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને કાર્ડ ને લગતી તમામ કામગીરી સ્થળ પર કરવામાં આવી હતી અને કેમ્પ મા કુલ 178 કાર્ડ નો લાભ સી એચ સી સેન્ટર પર આપવામાં આવ્યો હતો અને બોડેલી ટી એચ ઓ મેડમ ભરતી બેને તમામ લાભાર્થીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here