ફટાકડાના સ્ટ્રોલ માટેનું લાઈસન્સ મેળવવા તા.૦૧/૧૧/૨૦૨૩ સુધીમાં અરજી સ્વીકારવામાં આવશે .

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

દિવાળીના તહેવારદરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણનો પરવાનો મેળવવા માંગતા છોટાઉદેપુર, જેતપુર પાવીઅને કવાટ તાલુકાના અરજદારોને નિયત નમૂનાનું ફોર્મ AE-5 રૂ.૩ની કોર્ટ સ્ટેમ્પ લગાવી. ૩ નક્લોમાં રાબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીમાં તા. ૦૧/૧૧/૨૦૨૩ સુધીમાં જરૂરી વિગતો ભરી આધાર પુરાવા સાથે રજુ કરવાનું રહેશે પુરાવા માટે સ્વપ્રમાણીત કરેલા ૨ ફોટા, અધાર કાર્ડ કે ચુંટણી કાર્ડ, ભાડા ચીઠી અને માલિકનું સંપતિ પત્ર, માલિકીની જગ્યા હોય તો તેના પુરાવા, નગરપાલિકા કે ગ્રામ ચાયતનું એનઓસી, ફાયર સેફ્ટી પ્રમાણપત્ર, સ્થાનિક સંસ્થા પાસે કોઈપણ પ્રકારની સરકારી વસુલાત બાકી ન હોવાનું પ્રમાણપત્ર, ગયા વર્ષે પરવાનો મેળવ્યો હોય તો તેની એક નકલ વગેરે દસ્તાવેજો સાથે સામેલ કરવાના રહેશે
અન્ય વહીવટી સેવાઓના ફી પેટે રૂ.૩૦૦/- દારૂખાનું રાખવાનો પરવાનો મંજુર કરવાની અરજીની તપાસણી માટે રૂ.૬૦૦/- પરવાના ફી પેટેએમ કુલ રૂ.૯૦૦/- જમા કરાવી તેનું અસલ પ્રમાણપત્ર સાથે સ્થળ પર રાખવાનું રહેશે. ફોર્મની સાથે સૂચિત સ્થળનો એમુવ્સ નકશો અને ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલા અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોના ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેણી તમામવિગતો આપવાની રહેશે ઉપરોક્ત જણાવેલા તમામ પુરાવા ત્રણ નકલમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી છોટાઉદેપુર ખાતે ૧/૧૧/૨૦૨૩સુધીમાં જમા કરાવવા આસમય બાદ અને અધુરી વિગતો વાળી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here