ગોધરા નગરમાં પહેલ ચેરીટેબલ ટ્રસ્ટની વધુ એક અદભુત પહેલ… સરદાર નગર ખંડ પાસે ભુખ્યા ને ભોજન પીરસવાનું પ્રારંભ..

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

“ભુખમાં કોઈ ભેદભાવ નહીં” ના સૂત્ર સાથે ગુરૂવારની સંધ્યાએથી ભુખ્યાઓને ભોજન સ્વરૂપે દાળ ભાત પીરસવામાં આવ્યું…

પ્રથમ ગુરૂવારે મહંમદ ભાઈ (બીડી) તરફથી જરૂરતમંદોને ભોજન પૂરું પાડવામાં આવતા અનેક દુવાઓ સાથે ૧૦૦ થી વધુ લોકોએ પેટ ભરીને જમ્યુ…

એક માનવ જીવની ઉપસ્થિતિ પર પણ એનો પોતાનો હક્ક નથી રહેતો.. માનવી જ્યારે તંદુરસ્ત શરીર લઈને હરતો ફરતો હોય છે ત્યારે એને એવો આભાસ થતો હોય છે કે આ ધરતી એના પગ તળે દબાઈ ગઈ છે અને ક્ષણભરમાં એ જ ફુંફાળા મારતો માનવી જ્યારે ઠાઠડીએ બંધાય છે ત્યારે ગણતરીની મિનિટોમાં જ માટીના કણો સાથે ધરતી નીચે દટાઈ જતો હોય છે..
માનવીના જન્મથી લઈને અંત (મરણ) સુધી એના હૃદયની એક એક ધડકન વિધિના વિધાન મુજબ ધબકારા મારતી હોય છે.. અને એ નાદાનને એવું લાગતું હોય છે કે એનું શરીર સદાબહાર છે.. મૌત સામે ઉભી હોય તો પણ એને નથી દેખાતું કે નથી સમજાતું.. પરંતુ જ્યારે એ ઠાઠડીએ શણગારાય છે તો માત્ર એના કરેલા કર્મો.. સદકાર્યો યાદ બનીને લોકોના શબ્દોમાં બાકી રહી જતા હોય છે..

માટેજ ગોધરા નગરના પહેલ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકોએ દરેક જરૂરતમંદ માનવ જીવને અલ્લાહની મદદથી સહકારરૂપ થવા માનવ સેવાના કાર્યોની શરૂઆત કરી દીધી છે અને માનવસેવાના દરેક કાર્યોમાં સમસ્ત સેવાભાવી લોકોને સાથે રાખી “એ ધરતી પર રહેતા જીવો.. તમે અન્ય જીવો પર દયાભાવ રાખશો તો અલ્લાહ તમારા પર દયાભાવ રાખશે” ના સત્ય વચનને માન આપી દર ગુરુવારે ભુખ્યાઓને ભોજન પીરસવાની અદભુત પહેલ કરી દીધી છે…પહેલ ચેરીટેબલ ટ્રસ્ટના ગુમનામ સંચાલકોએ ગત તા-૦૫/૦૨/૨૦૨૩ ના રોજ સખીદાતાઓની મદદથી ૨૨ દીકરા અને ૨૨ દીકરીઓના માત્ર ૧૧૧ રૂ. માં સમુહ નિકાહ કરાવી ઘર સંસાર વસાવ્યા હતા.. અને આજે ગુરૂવાર ના આથમતા સુરજને યાદગાર બનાવી ૧૦૦ થી વધુ ભુખ્યાઓને ભોજન સ્વરૂપે દાળ ભાત પીરસ્યો હતો…

થોડા દિવસ અગાઉ પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “ભુખ્યા ને ભોજન” નો સૂત્ર લખી coming soon નું બેનર લગાવામાં આવ્યું હતું.. પરંતુ માનવતાના સેવકોએ આગળ આવી જૂજ દિવસીમાં જ એ coming soon ને ભુતકાળ બનાવી ભુખ્યા ઓને ભોજન પીરસવાની શરૂઆત કરાવી દીધી છે, અને આશ્ચર્ય તો એ કહેવાય કે આવતા ત્રણ ગુરૂવાર સુધી દાન આપનારા સખીદાતાઓએ પોતાના તરફે ભૂખ્યા ઓની ભુખ ભાંગવાની તૈયારી બતાવી દીધી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here