પંચમહાલ જિલ્લામાં વધુ 62 વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ 62 વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ સનરાઈઝ સોસાયટી- ગાયત્રીનગર, જવાહરનગર-08, જવાહરનગર-09, 17/02 મંગલમૂર્તિ રેસીડેન્સી, ચોકસીબજાર, મેઘદૂત સોસાયટી, શ્યામસુંદર સોસાયટી, એફએમ પેટ્રોલપંપ-બરોડા રોડ વિસ્તાર, જવાહરનગર-12, જવાહરનગર-11, અનુપમ સોસાયટી, જનકપુરી-04, ઉમા સોસાયટી-19, વૈશાલી સોસાયટી, પૂંજા સોસાયટી, રાધે રેસીડેન્સી, ઓડ ફળિયા, ભાવિન સોસાયટી, અયોધ્યાનગર-02, શહેરા તાલુકામાં સમાવિષ્ટ વરિયાલ ગામ, તરસંગ ગામ, વાડી ગામ, બાહી ગામનું સોલંકી ફળિયું, નવા મીરાપુર, બોરડી ગામ, ઘુણેલી ગામતળનો વિસ્તાર અને ભરવાડ ફળિયું, ગાંગડીયા ગામનું હાઈસ્કૂલ ફળિયું, ગમન બારિયાના મુવાડા ગામ, મોરવા હડફ તાલુકાનું ખુદરા ગામ, રામપુર ગામ, મેખર ગામ, સાગવાડા ગામ, મોરા ગામ, શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ સી.એચ.સી. સેન્ટરની સામેનો વિસ્તાર, સીંધી સોસાયટી, અણિયાદ ચોકડી પાસેનો વિસ્તાર, મેઈન બજારનો વિસ્તાર, શહેરા તાલુકામાં ઉજળા ગામ, નવા વલ્લવપુર ગામ, સુરેલી, સલામપુરા ગામ, બાહી ગામ, હાલોલ તાલુકાના કણજરી ગામનો ક્લાસિક બંગ્લો અને સનસિટી-06, ચંદ્રાપુરા ગામનો એચએનજી કંપની વિસ્તાર, રામેશરા ગામનું બ્રાહ્મણ ફળિયું, કેશપુરા ગામનો વિસ્તાર, કુબેરપુરા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here