બોડેલી બી.આર.સી. વિશાલ પંડ્યાના શિક્ષણમાં નવતર અભિગમથી વાલીઓ બાળકોમાં જાગૃતતા આવી

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

ભારત દેશમાં શિક્ષણ મેળવવું પ્રત્યેક બાળકોનો બંધારણીય અધિકાર છે.શિક્ષણ સાથે બાળકોને સરકાર તરફથી વિવિધ યોજનાઓ જેવી કે યુનિફોર્મ,શિષ્યવૃતિ,મફત અનાજ,લક્ષ્મી બોન્ડ,કોરોના મહામારીમાં ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ,મફત પાઠ્યપુસ્તકો,૨ થી ૫ કિલોમીટરના અંતરેથી શાળાએ આવવા જવા મફત ટ્રાન્સપોર્ટેશન સહીત અનેક લાભ આપવામાં આવે છે આ યોજનાઓનો લાભ બાળકોને શાળાના આચાર્ય,શિક્ષકો ઘ્વારા આપવામાં આવ્યા છે કે કેમ?તેનું મોનીટરીંગ માત્ર સરકારી ચોપડે થતું હોય છે.ભૂતકાળમાં સરકાર ઘ્વારા બાળકોને આપવામાં આવેલ વિવિધ યોજનાઓના લાભોને શાળાના આચાર્યો,શિક્ષકોની મિલીભગતથી વગે કરી અનેક લાંછન લગાડતા કિસ્સાઓ સરકારના શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યા છે
બોડેલી BRC ભવન ખાતે નવનિયુક્ત બી.આર.સી કો.ઓ.વિશાલભાઈ પંડ્યા દ્વારા ૨૨/૦૪/૨૦૨૧ થી તાલુકાની ૨૧૭ શાળાઓમાં ૧૬ CRC ને બોડેલી BRC ભવન ખાતેથી ૫૦% સ્ટાફની સંખ્યામાં ૮ CRC ને દરરોજ ૮ ક્લસ્ટરમાં આવતી ૧૨૦ શાળાઓના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને દરરોજ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી રહી છે જેમાં સરકારની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી અનેકવિધ યોજનાઓનો લાભ મળ્યો કે નહિ?કોરોના મહામારીમાં લેવા યોગ્ય સાવચેતીના પગલાં અંગે જાણકારી અને માર્ગદર્શન,બાળકો ઘરે રહીને ઓનલાઇન શિક્ષણ મેળવે છે કે કેમ?બાળકોને શાળામાંથી મફત અનાજની કીટ,શિષ્યવૃતિ,ઘરે બેઠા શીખશે અંગેનું પાઠ્યપુસ્તક મળ્યું છે કે કેમ?સહિતની માહિતી મેળવીને નવતર અભિગમ તાલુકાના વિવિધ ગામની શૈક્ષણિક સ્થિતિનો ક્યાસ જાણવા તથા સદર પેન્ડેમીક સ્થીતીમાં વાલી તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા BRC ભવન ખાતે કોલ સેન્ટર શરુ કરેલ છે આ કોલ સેન્ટરથી તાલુકાના ૧૬ સી આર સી તથા ૧ બી આર સી દ્વારા દરેક કલસ્ટરના 50 વિદ્યાર્થીઓના વાલીઓને રોજે રોજ કોલ કરી શૈક્ષણિક માર્ગદર્શન આપે છે તેમજ કોવિડ-19 ની હાલની સ્થિતિમાં લેવાની થતી કેટલીક કાળજીઓ વિશે માહિતી આપી રહ્યા છે શાળાના શિક્ષકો દ્વારા દરેક બાળકની તથા વાલીઓની સમસ્યાઓ,બાળકોને શું અને કેવી રીતે હાલની પરિસ્થતિમાં અભ્યાસમાં મદદ થઈ શકે તેવા સૂચનો મેળવવામાં આવી રહ્યા છે.બાળકો અને વાલીઓને નવતર અભિગમ ઘ્વારા માર્ગદર્શન અને હકારાત્મક વિચારોની આપ-લે થી મજબૂત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.આ કાર્યમાં બ્લોક કક્ષાના ૧૬ સી.આર.સી.ઓ બાળકો અને વાલીઓ વચ્ચેના સંકલન અને સહકારથી તાલુકાની ૨૧૭ શાળાઓના વાલીઓ સુધી પહોંચવાના નવતર અભિગમથી વાલીઓ અને બાળકો ખુશ થયા છે આઝાદીના ૭૦ વર્ષ બાદ તાલુકામાં નવનિયુક્ત બી.આર.સી.વિશાલભાઈ પંડ્યાના શિક્ષણમાં લેવામાં આવેલ નવતર પ્રયોગને તાલુકામાંથી ચારે તરફથી વાલીઓ ઘ્વારા પ્રસંશા કરવામાં આવી રહી છે આમ બોડેલી નવનિયુક્ત બી.આર.સી.વિશાલ પંડ્યાના શિક્ષણમાં નવતર અભિગમથી વાલીઓ અને બાળકોમાં જાગૃતતા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here