બોડેલી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-
સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જઓને નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતિ/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ… જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે કડછાલા ગામે રહેતા રાજેન્દ્રભાઇ બાલુભાઇ તડવી નાઓ પોતાના બ્જા ભોગવટાના રહેણાંક મકાનના ધાબા ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે તેવી હકિકત આધારે રાજેન્દ્રભાઇ બાલુભાઇ તડવી નાઓના ઘરે જઇ રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ _કુ.કિ.રૂ.૩૮,૯૨૫/- નો મુદામાલ ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
> કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ-૧૦૫
પકડવાનો બાકી ઇસમ:-
કિ.રૂ.૩૮,૯૨૫/-
(૧) રાજેન્દ્રભાઇ ઉર્ફે ભોટીયો બાલુભાઇ તડવી રહે. કડાછાલા ટાંકી ફળીયા તા.બોડેલી જી.છોટાઉદેપુર