રાજપીપલા સરદાર ટાઉનહોલના પટાંગણમાં નવમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વિવિધ સ્ટોલ્સ થકી શહેરીજનોને કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરાયા

નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનો લાભ લેતા રાજપીપલાના શહેરીજનો

વહિવટમાં પારદર્શિતા વધે, પ્રજાની વ્યક્તિગત રજૂઆતોનું ત્વરિત નિરાકરણ આવે તેમજ રાજપીપલાના શહેરીજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ ઉપલબ્ધ કરાવવા માટે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાહુલભાઈ ઢોડીયાની વિશેષ ઉપસ્થિતિમાં રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે નવમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

રાજપીપલા નગરપાલિકા દ્વારા પ્રજાજનોના હિતાર્થે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, નાંદોદ મામલતદાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વીજળી વિભાગ, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી, જિલ્લા શ્રમ અને રોજગાર અધિકારીની કચેરી સહિતના વિભાગો દ્વારા નાગરિકોને યોજનાકીય માહિતી અને લાભોથી માહિતગાર કરાયાં હતા.

અરજદારોને તેમની અરજી તથા સંબંધિત આધાર પુરાવા માટેની તમામ સુવિધા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અહીં લોકોને નવા આધાર, આધાર અપડેટ સહિત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનો પણ લાભ લીધો હતો. કાર્યક્રમ સ્થળે નગરપાલિકા ઈજનેર ભરતભાઈ આહિર, આદિજાતિ વિકાસ વિભાગના એટીડીઓ આર.એલ. દામા, પ્લાનિંગ આસિસ્ટન્ટ હેમરાજભાઈ રાઠોડ સહિતના કર્મચારીઓએ પણ શહેરીજનોને સાથસહકાર આપીને વિવિધ સ્ટોલ્સનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here