બોડેલી તાલુકાના વડાતલાવથી ચલામલી વચ્ચેના મુખ્ય માર્ગ પર મુઠઈ ગામ પાસે મસમોટો ભુવો જીવના ઝોખમ સમાન…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના વડાતલાવથી ચલામલી વચ્ચેના મુખ્ય માર્ગ પર મુઠઈ ગામ પાસે મસમોટો ભુવો પડ્યો છે.જે મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે અકસ્માત સર્જી શકે તેમ છે.મોટા ભારદારી વાહનચાલકો જણાવી રહ્યા છે કે આ મુખ્ય માર્ગનો ભુવાનું સમારકામ માર્ગ મકાન વિભાગ ઘ્વારા વહેલીતકે કરવામાં નહિ આવે તો અકસ્માતથી મોટી જાનહાની થઇ શકે તેમ છે.માર્ગ મકાન વિભાગ ઘ્વારા ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ જિલ્લા,તાલુકાના તમામ માર્ગોનું નિરીક્ષણ કરી યોગ્ય સમારકામ કરવાનું હોય છે.જે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઘ્વારા સમારકામ અંગે આળસના કારણે તેનો ભોગ વાહનચાલકોએ બનવું પડે છે.હાલ આ મુખ્ય માર્ગનો ભુવો મોટો બનવા પામ્યો છે.આ ભુવાનું સમારકામ વહેલીતકે નહિ કરવામાં આવે તો વડાતલાવથી ચલામલીનો માર્ગ બંધ કરવાનો વારો આવે તેમ છે.વાહનચાલકોની માંગ ઉઠી છે કે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આળસ ખંખેરી મુઠઈ ગામ પાસે મુખ્ય માર્ગ પર પડેલ ભુવાનું સમારકામ વહેલીતકે કરવામાં આવે.મુખ્યમાર્ગની બંને બાજુએ ઉગી નીકળેલ વનસ્પતિઓ,ગાંડા બાવળની સાફ સફાઈ કરવા માટેની પણ માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here