છોટાઉદેપુર જિલ્લા નાબાર્ડ અને દીપક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખેડૂત ઉત્પાદક કંપની લી ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઇ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના કડાછલા ગામે છોટાઉદેપુર જિલ્લા નાબાર્ડ અને દીપક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખેડૂત ઉત્પાદક કંપની લી ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા ખેડૂત સભાસદોની હાજરીમાં હરસિધ્ધિ માતા મંદિરના પટાંગણમાં યોજવામાં આવી હતી.જેમાં બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વાલજીભાઇ બારીયા,વાઇસ ચેરમેન યશપાલસિંહ ઠાકોર,નાબાર્ડ અધિકારી,દીપક ફાઉન્ડેશનના મનોરમાબેન,જિલ્લા,તાલુકા બાગાયત અધિકારી,કડાછલા ગામના પ્રથમ નાગરિક અને બોડેલી ખેડૂત ઉત્પાદક કંપની લી ના ચેરમેન શ્રીમતી જાગૃતિબેન ઠાકોર,કડાછલા તાલુકા પંચાયત સદસ્ય કૈલાશબેન તડવી સહીત મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.બોડેલી ખેડૂત ઉત્પાદક કંપની લી ના ચેરમેને ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી વાર્ષિક સાધારણ સભામાં એક વર્ષમાં કંપનીએ કરેલ ખરીદી,વેચાણ,નફો અને સીલક અંગે હિસાબો રજુ કર્યા હતા.FPO ઘ્વારા છેલ્લા એક વર્ષમાં વિવિધ ગામો કડાછલા,ભોરદા,ફેરકુવા,કાશીપુરા,ચલામલી,ઝાપા,કુંદનપુર ના ૪૧૦ ખેડૂત સભાસદો જોડાયેલ છે.મકાઈ,બિયારણ,પેસ્ટિસાઇડ્સ ની ખરીદી અને વેચાણના અંતે ૯૬ હજાર જેટલો કંપનીએ નફો કરેલ છે.ખેડૂતોનું વેપારી ઘ્વારા શોષણ ન થાય,ખેડૂતોને યોગ્ય ગુણવત્તાવાળી ખેતીની પ્રોડક્ટ મળી રહે તે હેતુસર ભારત સરકારની સંસ્થા નાબાર્ડ અને જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ આ સંસ્થા ખેડૂતો માટે કામ કરી રહી છે.આ FPO માં જિલ્લા,તાલુકાના ખેડૂતોને વધુમાં વધુ જોડાવવા અંગે નાબાર્ડ અધિકારીએ આહવાન કર્યું હતું.મોટી સંખ્યામાં પધારેલ તમામ ખેડૂત સભાસદોનો નાબાર્ડ અધિકારીએ આભાર પ્રગટ કર્યો હતો.આમ કડાછલા ગામે છોટાઉદેપુર જિલ્લા નાબાર્ડ અને દીપક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખેડૂત ઉત્પાદક કંપની લી ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here