બોડેલી તાલુકાના પીઠા ગામના બારીયા ફળિયાના ઘરોમાં શૌચાલય ન હોવાથી ખુલ્લામાં સોચ ક્રિયા કરવા ગ્રામજનો મજબૂર…

બોડેલી, (છોટાઉદેપુર) શેખ મુઝફ્ફર નજર :-

સ્વચ્છ ભારત મિશનને બોડેલી તાલુકાના પીઠા ગામમાં લાગ્યો ગ્રહણ…

સ્થાનિક વહીવટી તંત્રની નિષ્કાળજી ના કારણે ખૂબ મુશ્કેલી પરિસ્થિતિ થી પસાર થતા પીઠા ગામના ગ્રામજનો ભોગવવાનો વારો આવી રહ્યો છે

ગામમાં કેટલી જગ્યા પર હજુ સુધી નથી બન્યા શોચાલય

આ ફળિયામાં સામૂહિક શૌચાલય છે એ પણ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે

બોડેલી થી ડભોઇ રોડ હાઇવે પર બોડેલી થી સાત કિલોમીટરના અંતર પર આવેલું પીઠા ગામ જે ગામમાં આશરે 100 ઘરની વસ્તી છે અને હાઇવે રોડની બિલકુલ બાજુમાં આવેલું બારીયા ફળિયુ ત્યાં ફળિયામાં 15 થી 20 મકાનની વસ્તી છે 100 જેટલા માણસો રહે છે તેમાં 10 થી 12 મકાનમાં હજુ પણ શૌચાલય ન હોવાથી ગ્રામજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ગામજનોના જણાવ્યા પ્રમાણે આઝાદીના 75 વર્ષ પછી પણ અમારા ફળિયામાં હજુ સુધી શૌચાલય બનાવવામાં આવ્યું નથી અમે વારંવાર તલાટીને સરપંચને રજૂઆત પણ કરી છે પણ હજુ સુધી શૌચાલય ન બનતા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે આ વિસ્તારમાં સામૂહિક શૌચાલય છે પણ તે પણ જર્જરિત હાલતમાં છે અને ખૂબ ગંદકી જોવા મળી રહી છે હાલમાં ચોમાસાનો સમય છે અને ઘરમાં છોકરાઓ લેડીસો અને બુજરુગો પણ છે તેઓ વરસાદમાં અને ચોમાસાના સમયમાં બહાર જાળી અને ખેતરમાં સોચ કરવા જવા મજબૂર બન્યા છે ત્યારે આ વિસ્તારના રહીશોના જણાવ્યા પ્રમાણે આમરા મકાનોમાં પણ વહેલી તકે શૌચાલય બનાવવામાં આવે તેવી બારીયા ફરિયા ના રહીશો જાણ કરી રહ્યા છે
વધુમાં આ વિસ્તારના ગ્રામજનો જણાઈ રહ્યા છે કે સ્થાનિક વહીવટી તંત્રની નિષ્કાળજી ના કારણે ગ્રામજનો ભોગવવાનો વારો આવી રહ્યો છે.
ત્યારે વહેલી તકે શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ પીઠા ગામના ગ્રામજનો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here