બોડેલી તાલુકાના જબુગામ પંથકમાં ગત રાત્રીથી મેઘરાજા મન મૂકીને વરસતા ઓરસંગ નદી,મેરીયા સહિતની નદીઓમાં ઘોડાપૂર…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના જબુગામ પંથકમાં ગત રાત્રીથી મેઘરાજા મન મૂકીને વરસતા ઓરસંગ નદી,મેરીયા સહિતની નદીઓમાં ઘોડાપૂર.
તળાવો, કોતરો સહિત ખેતરો પણ  પાણીથી છલકાયા હતા જ્યારે જબુગામ નજીકના ચાપરગોટા ગામના પ્રવેશના કોતર પરના કોઝવે પરથી ધસમસતા પાણીનો પ્રવાહ વધી ગયો હતો જ્યારે જબુગામ ચાપરગોટાનો સંપર્ક તુટી જવા સાથે ચાપરગોટા ગામ બેટમા ફેરવાયું હતુ જ્યારે જબુગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ઘોધમાર વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી નદી, કોતરોમાં ઘોડાપૂર આવતાં સંપર્ક કપાયા હતા જબુગામ ઓરસંગ નદીના કિનારે આવેલ સોઢળ બાવાના નામથી ઓળખવામાં આવતો સુપ્રસિદ્ધ ઐતિહાસિક મહત્વ ધરાવતો 150 વષૅ જુના વડનું ઘટાદાર વૃક્ષ ધરાશયી થતા રાહદારીઓ, વટેમાર્ગુઓ માટે ઉનાળામાં આરામ કરી થાક ઉતારતા હતા જે હવે ભૂતકાળ બની જશે તંત્ર દ્વારા સંરક્ષણ દિવાલ ન બનાવવામાં આવતા વડના વૃક્ષનું અસ્તિત્વ જોખમાવા સાથે આજરોજ વૃક્ષ ધરાશયી થઈ જમીન દોસ્ત થયો હતો ગામલોકો ને બનાવની જાણ થતાં ગ્રામજનોએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી જબુગામ ઓરસંગ નદીના કાંઠે આવેલ સોઢળ બાવાનો વડ  સૌની ધાર્મિક આસ્થાના પ્રતિક સમો વિશાળ વડ ધોધમાર વરસાદ પડતાં નદી અને કોતરના ધસમસતા પાણીના પ્રવાહને કારણે ધરાશાયી થઈ ગયો હતો આ વડ પશુ,પક્ષી સહિત અનેક લોકોને માટે ઉનાળામાં આશિવૉદ રૂપ હતો ત્યારે રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યા વધે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રિય વડ વૃક્ષના નમો વડ રાજ્યમાં 33 જીલ્લાઓમાં ઊભા કરવામાં આવ્યા છે ત્યારે જબુગામના ઐતિહાસિક મહત્વ ધરાવતો વડ ધરાશાયી થતાં ગ્રામજનોએ વુક્ષનીશોકસભા રાખી શ્રધાંજલિ આપી હતી  આ વડના વૃક્ષ પ્રત્યે ગ્રામજનોનો પ્રેમ જોઈ આસપાસ વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here