છોટાઉદેપુર જિલ્લાના કડીપાણી સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણથવા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જવાહર નવોદયા વિદ્યાલયમાં ત્રણ વર્ષથી નવી શિક્ષણ નીતિથી વિધાર્થીઓને શિક્ષણ અપાઈ રહ્યું છે

વિદ્યાર્થીઓને કૌશલ્ય વર્ધક શિક્ષણથી તેમનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે

ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલી કરણ 2020માં કરવામાં આવ્યું હતું આ વર્ષે અજની તારીખ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ગુજરાતમાં 48 જેટલી શાળાઓમાં 48 લાખ જેટલા વિધાર્થીઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબનું શિક્ષણ મેળવી રહ્યા છે. કેન્દ્રીય વિધ્યાલયની પ્રાથમ્નિતા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કારણે શક્ય બન્યું છે. આપણા જિલ્લામાં આવેલી આ જવાહરનવોદય વિદ્યાલયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રાષ્ટ્રીય શિક્ષણનીતિના ત્રણ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. શિક્ષણ નીતિના ત્રણ વર્ષની પૂર્ણાહુતિના ભાગરૂપે રંગારંગ કાર્યક્રમ, નાટક વિવિધ પ્રવૃર્તીઓ વૃક્ષારોપણ કાર્યક્રમ જેવા વિવિધ કર્યો કરી શિક્ષણ નીતિને એક ઉત્સવ તરીકે વધાવી લીધી હતી.
વાલીગણ તેમજ ગામલોકો માટે વિવિધ પ્રવૃતિઓઅને પ્રેસ કોન્ફ્રેન્ડ્સ કરવામાં આવી હતી. જેમાં નવી શિક્ષણ નીતિને કારણે શિક્ષણમાં આવેલ ફેરફાર વિશ્તી માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું મલીકરણ ભારતની ઘણી શાળા કોલેજોમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે અહીંની શાળામાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ ની ત્રણ વર્ષની સફળતા અને શિક્ષામાં થયેલ ફેરફારની માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલશેફાલી સિંઘે રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલિકરણથી બાળકોની રિક્ષામાં થયેલ બદલાવ વિશે જાણકારી આપી હતી. નવી નીતિ ભારતને એક વાઇબ્રન્ટ નોલેજ સોસાયટી અને વૈશ્વિક જ્ઞાન મહાસત્તામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી છે. વિધાર્થીઓને રૉટ લર્નિંગને બદલે આલોચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહીતકરીને તેનો સર્વાંગી વિકાસ કરે છે. વિધાર્થીઓમાં સમજણ અને સંખ્યા સાથે વાંચનમાં નિપુણતા માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પહેલ કરાઈ છે. શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાવસાયિક વિષય તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. સાથે પ્રી- વોકેશનલ કૌશલ્યો જેમ કે સુથારીકામ, ઇલેક્ટ્રિશિયન, માટીકામ સહિતના વિષયોને સમાવિષ્ટ કરવામાં આવેલા છે. વિધાર્થીઓને શિક્ષણ માટે ડેસ્કટોપ લેપટોપ ટેબ્લેટ ઈન્સ્લેટ કનેક્ટિવિટી અને Wi-FI નેટવર્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
પ્રિન્સિપાલ શેફાલી સિંઘે વધુમાં જણાવ્યું હતું કે ધોરણ – 5 માં એડમિશન માટે JNVST ની પરીક્ષા આપવી પડે છે જે આવતા વર્ષ ના એડમિશન માટે 20 જાન્યુઆરી 2024માં યોજાનારી છે જેના ફોર્મ ભરવાનું અત્યારે ચાલુ છે. ઉલ્લેખ નીય છે કે 34 વર્ષ પછી ભારતમાં શિક્ષણ નીતિમાં બદલાવ લાવવામાં આવ્યો છે. આ માટેની ઉજવણી 29-30 જુલાઈના રોજ દિલ્હીમાં થનારુ છે જેનું ઉદ્ધાટન અપણા વડાપ્રધાન કરવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here