શહેરા : સતત ત્રીજા દિવસે પણ સરપંચ પદના ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલુ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે ફોર્મ ભરવાના ત્રીજા દિવસે પણ શહેરા તાલુકામાં થી મોટી સંખ્યામાં સરપંચ પદ અને સભ્યપદ ના ઉમેદવારી ફોર્મ ભરવા મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા શહેરા સેવાસદન તેમજ તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.આ વખતે મહિલા ઉમેદવારો પણ સરપંચપદના મેદાનમાં છે. આ વખતે એક ગામમાં પાંચથી વધૂ ઉમેદવારો નોંધાયા છે. મળતી માહીતી અનૂસાર અત્યારસુધી સરપંચ અને સભ્ય પદના કુલ મળીંને ૩૨૫ જેટલા ફોર્મ ભરાયા છે.ગ્રામ પંચાયતની ચૂટણીને લઈને રંગ ધીમે ધીમે જામતો જાય છે.આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આજે પણ મોટી સંખ્યામાં સર્મથકો સાથે ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા હતા.સરપંચ પદના ઉમેદવારો ફોર્મ ભરવા વાહનો સાથે આવ્યા હતા.તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી વાહનોનો કાફલો વધી જતા શહેરા એસટી બસ સ્ટેશનમા પાર્કિંગ કરવાનો વખત આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here