બોડેલી તાલુકાના ચાચક વિસ્તારમા આવેલ શ્રીજી કોમ્પ્લેક્સના બે મકાન અને એક દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ..

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાજ મેમણ

બોડેલી તાલુકાના ચાચક વિસ્તારમા આવેલ શ્રીજી કોમ્પ્લેક્સમાં બે મકાન અને એક દુકાનમાં કોઈક કારણોસર આગ લાગતા અફરાતફરીનો મહિલા જોવા મળ્યો હતો. આગની ઘટનાની જાણ ફાયર ફાઈટરને થતા તત્કાલિફ્ટ સ્થળ પર પોહચી આગને કાબુમાં લીધી હતી સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

બોડેલી તાલુકાના ચાચકના વિસ્તારમાં આવેલ શ્રીજી કોમ્પ્લેક્સમાં કોઈક કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના સ્થાનિકો સ્થળ પર મદદે દોડી આવ્યા હતા. આગ વધુ પ્રસરતા દુકાનમાં મુકેલી ત્રણથી ચાર બાઇકો બળી જતા નુકસાન થયું હતું તેમજ અન્ય ઉપર આવેલા બે મકાનોને આગે ઝપેટમાં લેતા કોમ્પ્લેક્સના બે વ્યક્તિઓ ફસાઈ ગયા હતા જેઓને કોમ્પ્લેક્સમાં રહેતા રહીશોએ બચાવી લીધા હતા. બોડેલીના ભરચક વિસ્તારમા લાગેલી આગને લઇ લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.બનાવની જાણ બોડેલીના ફાયર ફાઈટરને કરતા તાત્કાલિક સ્થળ પર પોહચી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આસપાસના સ્થાનિક રહીશો આગ પર કાબુ મેળવા સીડી પર જઈ ફાયરના કર્મીઓની મદદ કરી હતી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ વધુ પ્રસરે તે પહેલાં કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. કોમ્પલેક્સમાં લાગેલી આગનુ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી પહેલા માળના મકાનો તેમજ નીચેની દુકાનમાં આગ લાગતા ઘર વખરી સહિત અનેક ચીજવસ્તુઓ બળીને ખાખ થતા લાખોનું નુકશાન થયું છે.

રહીશે જીવનના જોખમે ગેસનો બાટલો બહાર ફેંક્યો 

બોડેલી તાલુકાના ચાચકના ભરચક વિસ્તારમાં આવેલ શ્રીજી કોમ્પ્લેક્સમાં કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જાણવા મળ્યા મુજબ મકાનના રસોડામાં રાંધણ ગેસનો સિલેન્ડર હતો જોકે સ્થાનિક રહીશે સમયસૂચકતા વાપરીને સિલેન્ડરને ચાલુ આગમાં ઉચકીને ઘરની બહાર નીચે ફેંકી દીધો હતો સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here